લીમડી ગામમાં આવેલા રામજી મંદિર નજીક આવેલા લોખંડના લાઇટ વાળા થાંભલાને અડતા ભેંસનું મોત નીપજ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૭
લીમડી ગામમાં આવેલા રામજી મંદિર નજીક રેહતા જસુ ભાઈ સાધુની ભેંસ લાઈટના થાંભલા થી સ્પર્શ થતાં ઘટના સ્થળે હેવી વોલ્ટેજના કરંટ લાગતા મોત નીપજ્યું તેજ થાંભલા નજીક કચરાનો ઢગલો છે એ જ કચરાના ઢગલાને જોઈને ભેસ એ થાંભલા નજીક ગઈ અને કચરાને ખાવા જતાં લાઈટના લોખંડના થાંભલાને સ્પર્શ થતા તે થાંભલા માં રહેલા લાઈટના કરંટ લાગવાથી ત્યાં ચોંટી ગઈ હેવી વોલ્ટેજના કારણે ભેંસની બે થી ત્રણ મિનિટની અંદર મોત નીપજ્યું હતું પ્રાપ્ત માહિતી અનુસાર જશુભાઈ સાધુનું કહેવું છે કે પશુ ઢોરને ખેતર થતા ચરવા માટે લઈ જવા આ એકમાત્ર રસ્તો છે અને ત્યાં આવતા જતા થાંભલા નજીક કચરો જોવા મળે છે અને આજુબાજુના સ્થાનિકો જોડે વાત કરતા જાણ મળી છે કે મહિના ના મહિનાઓ સુધી લીમડી પંચાયત દ્વારા આ કચરાનો નિકાલ તથા સાફ-સફાઈ કરવામાં આવતી નથી અને ત્યાં નીકળતા દરેક પશુએ થાંભલા નજીક કચરો ખાવા જાય છે તથા ત્યાંના સ્થાનિકોનું પણ કેવું છે કે આ ૨૦૨૨ ના અંડરગ્રાઉન્ડ લાઈટના જમાનામાં એમ.જી.વી.સી.એલ દ્વારા આ લોખંડના થાંભલા નો નિકાલ ઘણા વર્ષોથી નથી કરવામાં આવ્યો જેથી કરીને આજે આ બેજૂબાન ભેસનું મોત થયું છે જશુભાઈ સાધુની એમ.જી.વી.સી.એલ તથા લીમડી પંચાયત દ્વારા યોગ્ય વળતર મળે તેવી માંગ કરી છે અને સાથે સાથે આ કચરો અને આ લોખંડના થાંભલાનો જલ્દી જલ્દી નિકાલ થાય તેવી વિનંતી કરવામાં આવી છે જેથી કરીને ભવિષ્યમાં આવી ઘટનાઓના બને.