ફતેપુરા તાલુકાના ભોજેલા ગામે એક ૧૫ વર્ષીય સગીરાએ કુવામાં પડતુ મુકી મોત વ્હાલુ કર્યું

દાહોદ તા.૦૪
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામની ૧૫ વર્ષીય સગીરાને કંથાગર ગામના એખ યુવક સાથે ફોન પર ખોટી રીતે વાતો કરતી હોવાનો આરોપ મુકી દિયર ભોજાઈએ મોટરસાઈખલ પર બેસાડી અપહરણ કરી લઈજઈ મરણ જાય તે રીતનું વર્તન કરતાં સગીરાએ ગામના એક કુવામાં પડતુ મુકી આત્મહત્યા કરી લીધાનું જાણવા મળે છે.
ફતેપુરા તાલુકાના ભોજેલા ગામની વાણીયા મહુડી ફળિયામાં રહેતી ૧૫ વર્ષિય પ્રિયંકાબેન મહેન્દ્રસિંહ ચારેલ ગત તા.૦૨.૧૦.૨૦૧૯ના રોજ સવારના સમયે ટ્યુશન ક્લાસમાં ગઈ હતી તે દરમ્યાન ફતેપુરા તાલુકાના કંથાગર ગામના સોનલબેન ગોવિંદભાઈ બારીયા તથા તેના દિયર ગોવિંદભાઈ બારીયા સાથે ખોટી રીતે ફોન કરે છે, તેમ કહી પ્રિયંકાબેન ચારેલનું મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરી લઈ જઈ મરણ જાય તે રીતનું દુષ્પ્રેરણાજનક વર્તન કરતાં પ્રિયંકાબેને ચાલુ મોટરસાઈકલ પરથી કુદી પડી હતી અને એક કુવામાં પડતુ મુકી મોત વ્હાલુ કર્યુ હતુ. સગીરાના ચંપલ કુવાની બહારથી મળી આવ્યા હતા અને તે જાતા કુવામાં બિલાડી નાંખી તપાસ કરતાં કુવામાંથી પ્રિયંકાબેનનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.
આ સંબંધે મૃતક સગીરાના પિતા મહેન્દ્રસિંહ હીરાભાઈ ચારેલે સુખસર પોલિસ મથકે ફરિયાદ નોંધાવતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: