લીમખેડાનું સ્વ સહાય જૂથ બનાવે છે લાકડાના ઓજારો અને શસ્ત્રો અને રમકડાં : પરંપરાગત શસ્ત્રો સાચવો અને આપણી વિરાસતને જીવંત રાખો
દાહોદ તા.૨૭




આદિવાસી કળામાં યુધાભ્યાસ અને શસ્ત્રવિદ્યા પણ પોરાણિક કાળમાં સમાયેલી હતી.
વડોદરામાં યોજાયેલા સખીમેળામાં દાહોદના લીમખેડા તાલુકાના મોટી બાંડીબાર ગામના મહાકાળી સખી મંડળના એક સ્ટોલે સૌનું આકર્ષણ ખેંચ્યુ હતું. આજકાલ મોબાઈલ યુગમાં જીવતા માનવી આપણી પ્રાચીન રમતો, પ્રાચીન ઓજારો, રમત ગમતના સાધનો અને જૂની રમતો વિસરાતી જાય છે.
મોટી બાંડીબાર ગામના આ સ્વ સહાય જૂથ દ્વારા તીર કાંમઠા ગોફણ, ટોપલી, ગોરાણી ટોપલી, રોટલી મૂકવાની છાબડી, ફોલ્ડેડ તીરકામઠું, સૂપડા, સાવરણા જેવી વસ્તુઓ જંગલના લાકડામાંથી બનાવવામાં આવે છે એમાં જે હથિયારો છે તેનો નિર્દોષ ઉપયોગ જંગલી જાનવરોની બચવા કરવામાં આવતો હોય છે તેમનું ફોલ્ડેડ તીરકામઠું છે તેમાં એક સાથે ૪-૫ તીર છોડી શકાય છે. તેઓ કહે છે કે આ તમામ વસ્તુઓ તેઓ સંપૂર્ણપણે હાથથી બનાવે છે અને જંગલમાંથી લાકડું લાવી જાતે બનાવે છે આ પ્રકારના સ્વસહાય જુથની તેમણે એક વર્ષ પહેલા એક લાખના રોકાણથી શરૂઆત કરી હતી જે સરકારશ્રીની લોન લઈ આ ગૃહ ઉદ્યોગ સ્થાપ્યો હતો. આમાં મુખ્યત્વે સાગ સીસમ વાસ, રબ્બર, પ્રાકૃતિક કલર વગેરે વસ્તુઓ વાપરવામાં આવે છે. આ જૂથના બહેનો સરકારના આવા મેળામાં દિલ્હી મુંબઈ હૈદરાબાદ સુધી આવી એન્ટીક વસ્તુઓના વેચાણ માટે જઈ આવી છે. લોકો આપણી યુદ્ધ કળા, આપણા જુના ઓજારો આપણી જૂની રમતો ભૂલી ગયા છે. એક માત્ર નાના ગોફણની જ વાત લઈ લો. ખેતરમાં જયારે વાવણી કરી હોય અને પક્ષીઓ અનાજ બગડતા હોય તો ગોફણમાં પત્થર મૂકી ને ગોળ ફેરવીને છુટો ઘા કરવાથી સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. ગીલ્લોર જોઈ લો. આજથી ૨૦-૩૦ વર્ષ પહેલા છોકરાઓ શેરી મહોલ્લામાં જાતે બનાવીને તેનાથી નિશાન તાકતા શીખતા અને સમય પસાર કરતા. આજે છોકરાઓ મોબાઈલમાં જ મશગુલ હોય છે. કલર કરેલા રંગબેરંગી અવનવા તીર-કમઠા, ગીલ્લોર, ગોફણ,ભાલા જેવા ડમી શાસ્ત્રો ખરીદીને આપણે આપણો સંસ્કૃતિક વરસો જાળવી શકીએ, બાળકોને આપણી વિરાસતની ઝાંખી કરાવી શકીએ સાથે સાથે આવા આર્ટીઝનને રોજગારી પણ આપી શકીએ.

