ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ પાર્ટીને હેરાન કરી જેલ મોકલવા માંગતાં હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં : સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને ઈડી દ્વારા પુછપરછ માટે બોલાવતાં દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ધરણાં પ્રદર્શન
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૨૮
કોંગ્રેસના અધ્યક્ષ સોનીયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈ.ડી. દ્વારા તેડુ આવતાં આ મામલે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ આજરોજ ભારતીય જનતા પાર્ટી ઉપર ભારે આક્ષેપો કરી દાહોદમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યાં હતાં.
કોંગ્રેસ પાર્ટીના અગ્રણી એવા સોનીયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને નેશનલ હેરાલ્ડ કેસમાં ઈ.ડી. દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને આ મામલે સોનીયા ગાંધી અને રાહુલ ગાંધીને ઈ.ડી.એ પુછપરછ માટે બોલાવવામાં આવી રહ્યાં છે. અગાઉ આ કેસમાં રાહુલ ગાંધીને પુછપરછ માટે બોલાવવામાં આવ્યાં હતાં ત્યારે કેટલાંક દિવસોથી સોનીયા ગાંધીને પણ પુછપરછ માટે બોલાવવામાં આવી રહ્યાં છે ત્યારે આ મામલે દેશના કેટલાંક સ્થળોએ કોંગ્રેસ પાર્ટી દ્વારા પ્રદર્શનો પણ યોજવામાં આવી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનો દ્વારા આજરોજ દાહોદ શહેરમાં નેહરૂ બાગ ખાતે ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યાં હતાં અને ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપો પ્રતિ આક્ષેપો પણ કરવામાં આવ્યાં હતાં જેમાં દાહોદના ધારાસભ્ય વજેસિંહ પણદા દ્વારા જણાવ્યાં અનુસાર, કેન્દ્રની ભારતીય જનતા પાર્ટી દ્વારા સોનીયા ગાંધી અને તેમના પુત્ર રાહુલ ગાંધીને ખોટી રીતે હેરાન પરેશાન કરવામાં આવી રહ્યાં છે. કોંગ્રેસના અગ્રણીઓને જેલમાં નાંખી જેવાની ધમકીઓ પણ આપવામાં આવી રહી છે. ખોટી રીતે કોંગ્રેસને હેરાન કરવામાં આવી રહ્યાં છે જેવા અનેક આક્ષેપો સાથે આજરોજ દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોએ દાહોદમાં ધરણા પ્રદર્શન યોજ્યાં હતાં.