દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆના અસાયડી નજીક ટ્રકમાં ઓચિંતી આગ ભભુકી ઉઠી : સદ્‌નસીબે કોઈ જાનહાની નહીં

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી નજીક ઈન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર દોડતી એક ટ્રકમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી જાેકે આગના બનાવમાં ચાલકે સતર્કતા વાપરી ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખી રાખતા ચાલકનો બચાવ થયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર દેવગઢ બારીઆ તાલુકાના અસાયડી ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ય્દ્ઘ – ૧૬ – ઉ – ૯૮૧૪ નંબરનો ટ્રક પૂરઝડપે પોતાના ગંતવ્ય સ્થાન તરફ જઇ રહ્યું હતું તે સમયે ટ્રકમાં ઓચિંતી આગ ફાટી નીકળી હતી. કોઈ કંઈ સમજે તે પહેલાં જ આગ વધુ ફેલાતા ચાલકે ટ્રકને રોડની સાઈડમાં ઉભી રાખતા ચાલકનો બચાવ થયો હતો. આ આગના બનાવની જાણ દેવગઢ બારીઆ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જેવા દેવગઢબારિયા ફાયર બ્રિગેડના લાશ્કરોએ તાબડતોડ ઘટનાસ્થળે દોડી આવી આગ પર પાણીનો મારો ચલાવી આગ ઓલવી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!