વોટ નહીં આપવા મામલે અરજદારને હેરાન પરેશાન કરવામાં આવતાં હતાં : ગરબાડાના નીમચ ગામના સરપંચના પિતા દ્વારા અરજદારને સત્તાનો દુરઉપયોગ કરી હેરાન કરતો હોવાની કલેક્ટરની રજુઆત

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના નીમચ ગામની ગ્રામ પંચાયતના સરપંચના પિતા દ્વારા સરપંચના લેટરપેડ કે હોદ્દાનો દુરઉપયોગ કરી હેરાનગતિ કરતાં હોવાના આક્ષેપો સાથે એક અરજદાર દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટને લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળે છે.
ગરબાડા તાલુકાના નીમચ ગામે રહેતાં અમલીયાર પ્રેમાભાઈ ખુનજીભાઈ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને આપવામાં આવેલ લેખિત અરજીમાં જણાવ્યાં અનુસાર, પોતાને સરપંચના લેટરપેડ પર લખાણ કરી સરપંચના પિતા અમલીયાર ભારતસિંહ નાનાભાઈ દ્વારા વારંવાર પ્રેમાભાઈના છોકરાને વોટ કેમ નહીં આપ્યો, કહી અંગત દુશ્મની કાઢીને નોટીસો મોકલાવીને સત્તાનો દુરઉપયોગ કરી ખોટી રીતે હેરાન કરી પ્રતાડીત કરવામાં આવી રહ્યાં હોવાના આક્ષેપો કર્યાં હતાં વધુમાં જણાવ્યાં અનુસાર, નોટીસનો જવબા આપ્યો હોવા છતાં મકાન અને દિવાલ તોડી આપવાની અને તમે મારા છોકરાને વોટ કેમ નહીં આપ્યો, એવું મૌખિક કહી હવે તમને નહીં છોડુ, એવી ધમકીઓ આપીને સરપંચના લેટરપેડ પર લખાણ કરી વારંવાર નોટીસો આપી હેરાન કરવામાં આવી રહ્યાં છે તેમજ પોતાના માલિકીની જમીનમાં મકાનો અને દિવાલો તોડી પાડવાની ધમકીઓ પણ આપવામાં આવી રહ્યાંના આક્ષેપો સાથે અમલીયાર પ્રેમાભાઈ ખુનજીભાઈ દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટને લેખિત અરજી કરી ન્યાયની માંગણી કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: