લીલવા ઠાકોર ગામે હર ઘર જલ ઉત્સવ, હર ઘર તિરંગા અંતર્ગત મીટિંગ યોજવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૮
આજ રોજ તારીખ 28/7/2022 ગુરૂવારના લીલવાઠાકોર ગ્રામ પંચાયત પર હર ઘર જલ ઉત્સવ અને હર ઘર તિરંગાના અનુસંધાને ગ્રામ સભા યોજવામાં આવી જેમા ઉપસ્થિત લીલવાઠાકોર ગ્રામ પંચાયતના સરપંચ વાલાબેન ભાભોર ઉપ સરપંચ મુકેશભાઈ ખાંગુડા તથા તલાટી કમ મંત્રી સુનિલભાઈ માલીવાડ તેમજ ગ્રામ પંચાયતના સભ્યો અને આગેવાનો , ગ્રામજનો , આંગણવાડીનો સ્ટાફ તેમજ આરોગ્ય માથી નિલેશભાઈ ડામોર વિગેરે હાજર રહ્યા હતા.