વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ નિમિત્તે લીમડી પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા લીમડી મુક્તિધામ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૯
આજે સમગ્ર વિશ્વમાં પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે જેમાં આજરોજ લીમડીત પ્રકૃતિ મિત્ર મંડળ દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસની ઉજવણી કરી.
પ્રકૃતિ મિત્ર મંડળના અલ્કેશભાઇ વૈરાગી અને ગ્રામજનોએ મુક્તિધામ ખાતે વૃક્ષારોપણ કર્યું.
આજે વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસ છે. આ દિવસ એટલા માટે ઉજવવામાં આવે છે કે, સ્વસ્થ વાતાવરણ સ્વસ્થ માનવ સમાજનો આધાર છે. વર્તમાન અને ભવિષ્યની પેઢીના હિત માટે આપણે પ્રાકૃતિક સંશાધનોનું સંરક્ષણ અને ટકાઉ આયોજન સુનિશ્ચિત કરવું પડશે.
વિશ્વ પ્રકૃતિ સંરક્ષણ દિવસનો મુખ્ય ઉદ્દેશ એવા પશુઓ અને વૃક્ષોનું સંરક્ષણ કરવાનો છે જે લૃપ્ત થવાના આરે છે. પ્રાકૃતિક સંસાધનોનું સંરક્ષણ પૃથ્વીના રક્ષણ માટે મહત્વપૂર્ણ છે. આ દિવસ આત્મનિરીક્ષણને અવસર પ્રદાન કરે છે કે, આપણે કેવા પ્રકારની પ્રકૃતિનો દૂરપયોગ કરી રહ્યા છે અને આના સંરક્ષણ માટે ક્યાં કયાં પગલાં લેવામાં આવી શકે છે.