વિશ્વ હિન્દુ પરિષદ/બજરંગ દળ લીમડી પ્રખંડ દ્વારા નોનવેજની દુકાનો બંધ કરાવવા બાબતમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૨૯
વિશ્વ હિન્દુ પરિષદ/બજરંગ દળ લીમડી પ્રખંડ દ્વારા પવિત્ર શ્રાવણ માસના સંદર્ભમાં જાહેર રસ્તા પર અને ધાર્મિક સ્થળોની આસપાસમાં વેચાતા નોનવેજ તેમજ ઈંડા વગેરેની લારીઓ બંધ કરાવવા બાબતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ગ્રામ પંચાયત લીમડીને આવેદનપત્ર આપવામાં આવ્યું
આજથી હિન્દુઓનો પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ રહી છે જેમાં ભક્તો દ્વારા ભગવાન શિવની આરાધના કરવામાં આવતી હોય છે આવા પવિત્ર સમયગાળામાં જ્યારે શ્રદ્ધાળુઓ મંદિર પર અને પવિત્ર સ્થાનો પર જતા હોય છે ત્યારે રસ્તામાં ઘણી બધી જગ્યાઓ પર આવા નોનવેજની દુકાનો હોય છે જેના કારણે હિન્દુ સમાજની લાગણી દુભાઇ છે.
પવિત્ર શ્રાવણ માસના દરમિયાન જાહેર રસ્તા પર અને ધાર્મિક સ્થળોની આસપાસમાં વેચાતા નોનવેજ તેમજ ઈંડા વગેરેની લારીઓ બંધ કરાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ/બજરંગ દળ લીમડી પ્રખંડ દ્વારા પોલીસ સબ ઇન્સ્પેક્ટર લીમડી અને ગ્રામ પંચાયત લીમડીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.