દાહોદ જિલ્લાના સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે મનરેગાના કામોમાં થયેલ ભ્રષ્ટાચારના વિરોધમાં ગ્રામજનો દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૩૧
સીંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે મોટા પાયે થયેલા મનરેગા કામોમાં થયેલા ભ્રષ્ટાચાર વિરોધમાં કટારાની પાલ્લી ગ્રામજનો દ્વારા સિંગવડ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
સિંગવડ તાલુકાના કટારાની પાલ્લી ગામે થયેલા દોઢથી બે કરોડ રૂપિયા નો ભ્રષ્ટાચાર હોય તેના માટે કટારા ની પાલ્લી ગામના લોકો દ્વારા ૧૬ ૭ ૨૨ ના રોજ જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ ભ્રષ્ટાચાર થયેલાની તપાસ કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ આજ દિન સુધી આ કટરા ની પાલ્લી ગામમાં તપાસ નહીં થતા ફરીથી ગ્રામજનો દ્વારા ૩૦ ૭ ૨૨ ના રોજ તાલુકા વિકાસ અધિકારીને ફરીથી તપાસ કરવા માટે આવેદનપત્ર આપીને લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવ્યું કે ૧૦ થી ૧૫ વર્ષથી મૃત્યુ પામેલા લોકોના નામના પણ વર્ક ઓર્ડર નીકાળીને રૂપિયા લઇ લેવામાં આવ્યા છે જ્યારે ૧૮ વર્ષથી નાની ઉંમરના બાળકોના નામની આઈડીયો બનાવીને તેમને પણ મજૂરી કામ કરતા હોય તે રીતના બતાવીને તેમના પણ રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે જ્યારે દલાભાઈ વીરસિંગભાઈ ના નામનો વર્ક ઓર્ડર કાઢીને તેમના રૂપિયા પણ બારોબાર કરી લેવામાં આવ્યા છે જ્યારે તેમને એ વાતની ખબર જ નથી અને તેમના નામે કામ બતાવીને રૂપિયા બારોબાર ઉપાડી લેવામાં આવ્યા છે જ્યારે ગ્રામજનો દ્વારા આ કામમાં મનરેગાના અધિકારીઓ સામે પણ મિલીભગત હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો જ્યારે રૂપિયા દોઢથી બે કરોડ ના કામો બારોબાર કાગળ પર બોલાવીને લઈ લેવામાં આવ્યા તેની જાણ સરકારી તંત્રને કરવામાં આવ્યા છતાં આજદિન સુધી તેમના સામે કોઈ પણ પગલાં નહીં લેવાતા હોવાના કારણે તેમને ફરી તાલુકા વિકાસ અધિકારીને આવેદન આપીને તાલુકા વિકાસ અધિકારીને જણાવવામાં આવ્યું કે મનરેગા ના જે કામો ચાલે છે તે કામોમાં અધિકારીઓ દ્વારા પણ પાર્ટનરશીપમાં કામ કરતા હોય અને બીજા લોકો દ્વારા કામ માટે ફાઈલ મૂકે છે તે ખેડા જિલ્લામાં જતી હોય તેમ જણાવવામાં આવ્યું હતું અને અમારું કામ થતું નથી જ્યારે અમુક જ જણાના કામો આ મનરેગા ના થતા હોય તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો મનરેગાના કામોની તપાસ તટસ્થ નહીં કરવામાં આવે તો અમે ગ્રામજનો બધા ભેગા મળીને સિંગવડ તાલુકા પંચાયત પર ઉપવાસ માં ઉતરશું તેમ જણાવ્યું હતું આ રીતે ગ્રામજનો દ્વારા તટસ્થ તપાસની માંગણી તાલુકા વિકાસ અધિકારી અગાડી કરવામાં આવી હતી.