નલ સે જલ યોજના : દાહોદમાં ડિસેમ્બર અંત સુધીમાં દરેક ઘરે પીવાનું શુધ્ધ પાણી મળશે : સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દિશા કમિટિની બેઠક યોજાઈ

દાહોદ તા.૩૧

વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરતા સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર

દાહોદ જિલ્લા સેવા સદન ખાતેના સભાગૃહમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરની અધ્યક્ષતામાં દિશા કમિટિની બેઠક યોજાઇ હતી. જેમાં સાંસદશ્રીએ જિલ્લામાં વિવિધ યોજનાઓની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીશ્રીઓને ઝડપથી યોજનાકીય લાભો નાગરિકો સુધી પહોંચતા કરવા જણાવ્યું હતું.
દિશા બેઠકમાં વિવિધ યોજનાઓની કરવામાં આવેલી સમીક્ષા મુજબ જુન ર૦૨૨ અંતિતમાં દાહોદ, ગરબાડા, ધાનપુર, લીમખેડા, દેવગઢ બારીયા તાલુકામાં બલ્ક પાઇપલાઇનની યોજનાઓની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરાઇ છે. જયારે રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજના નલ સે જલ યોજનાની કામગીરી આગામી ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરાશે. નલ સે જલ યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૯૦.૫૨ ટકા કામગીરી પૂર્ણ કરાઇ છે. જેમાં માર્ચ ૨૦૨૧ સુધીમાં ૨૪૭૮૧૪ ઘરો સુધી નળ કનેકશન મળ્યા હતા જયારે જુન ૨૦૨૨ સુધીમાં ૩૭૦૭૮૫ ઘરોએ નળ કનેકશન લાગી ગયા છે.
જિલ્લામાં પીએમ કિશાન યોજના અંતર્ગત ૪૧૯૨૨૩ ખેડૂતોને લાભ અપાઇ રહ્યો છે. જયારે જનની સુરક્ષા યોજના અંતર્ગત ૨૦૪૧૮ લાભાર્થીઓને લાભ સાથે ૧૦૦ ટકા લક્ષ્યાંક સિધ્ધ કરાયો છે. જયારે પ્રધાનમંત્રી આયુષ્યમાન ભારત મા કાર્ડ યોજના અંતર્ગત એપ્રીલ થી જુન ૨૦૨૨ દરમિયાન કુલ ૩૨૮૭ લાભાર્થી નાગરિકોને રૂ. ૫.૦૪ કરોડ જેટલી રકમનો લાભ અપાયો છે.
જિલ્લામાં વિવિધ યોજનાઓ અંતર્ગત અપાયેલા લાભની સમીક્ષા કરાઇ હતી. જુન ૨૦૨૨ અંતિત પ્રધાનમંત્રી જનધન યોજના અંતર્ગત ૧૧,૦૩,૮૨૭, સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત ૩૨૭૮, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત ૩૦૪૬૭૧, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના અંતર્ગત ૧૨૧૧૫૩, અટલ પેન્શન યોજના અંતર્ગત ૫૦૭૯૨ લોકોને યોજનાના લાભ અપાયા હતા.
ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ કોઓર્ડિનેશન એન્ડ મોનિટરિગ કમિટીની આજે યોજાયેલી બેઠકમાં પૂર્વમંત્રી અને ધારાસભ્ય શ્રી બચુભાઇ ખાબડ, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી, જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલા, નિવાસી અધિક કલેક્ટર શ્રી એ.બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: