દાહોદ શહેરમાં નવરાત્રીની પુર્ણાહુતિ બાદ દશેરાની ધામધુમ પુર્વક ઉજવણી કરતાં દાહોદવાસીઓ

દાહોદ તા. ૮
માં આદ્યાશÂક્ત પર્વ એટલે નવરાત્રી.નવરાત્રીના નવ દિવસોમાં માંઈ ભક્તો માતાની પુજા, અર્ચના તેમજ ગરબા રમી નવરાત્રી પર્વની દાહોદ શહેરમાં પ્રજાએ ધામધુમથી ઉજવણી કરી હતી. નવ દિવસના નોરતા બાદ ગઈકાલે છેલ્લા નોરતા સવાર સુધી ગરબા રસીકો ગરબામાં મન મુકીને ઝુમ્યા હતા ત્યારે આજે દશેરા પર્વની પણ લોકોએ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી.
દાહોદ શહેરમાં છેલ્લા નવ દિવસથી માંઈ ભક્તો દ્વારા માતાની પુજા, અર્ચના તેમજ આરાધના કરી માતાને રીઝવવાનો પ્રયાસ કર્યા હતા. ખૈલાયાઓ પણ આ નોરતાના દિવસોમાં મન મુકીને ઝુમ્યા હતા. ગઈકાલે છેલ્લે નોરતે દાહોદ શહેરના ગરબા મંડળો, શેરી ગરબા વિગેરે સ્થળોએ ગરબા રમવા માનવ મહેરામણ ઉમટી પડ્યુ હતુ. ગરબા રસીકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ પણ જાવા મળ્યો હતો. આજે દશેરા પર્વ નિમિત્તે દાહોદની પ્રજાએ જલેબી,ફાફડા આરોગી તેમજ રાવણ દહનનો કાર્યક્રમ નિહાળી દશેરા પર્વની પણ ધામધુમ પુર્વક ઉજવણી કરી હતી. બીજી તરફ રાવણ દહન દાહોદ શહેરમાં ગોવિંદનગર, પરેલ સાત રસ્તા, ગોદી રોડ જેવા વિસ્તારોમા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાવણ દહનનો કાર્યક્રમ યોજાયો હતો. હવે જ્યારે એક પછી એક તહેવારોનો આરંભ થઈ ચુક્યો છે ત્યારે નવરાત્રી પુર્ણ થયા બાદ હવે દાહોદવાસીઓ દિવાળી તેમજ નુતન વર્ષના તહેવારની પણ રાહ જુવે છે અને તે તહેવાર પર ધામધુમથી ઉજવણી કરવા ઉત્સુક જાવા મળ્યા હતા. આજે દશેરા પર્વ નિમિત્તે દાહોદ ટાઉન પોલિસ ખાતે શ† પુજા પણ કરવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: