ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી અંગે મીટિંગ યોજવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૨
આગામી ૯ તારીખે વિશ્વ આદિવાસી દિવસ નિમિતે સાયન્સ કોલેજ - ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આવવાના છે તેના આયોજન માટે મીટિંગનું યોજવામાં આવી હતી.
આ મીટિંગમાં કલેકટર ગોસાવી , જિલ્લા વિકાસ અધિકારી નેહાકુમારી , પ્રાંત અધિકારી ગોહિલ ,મામલતદાર ઝાલા ,ટી.ડી.ઓ વસાવાભાઈ,જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, ગ્રામ્ય તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ,શહેર ભાજપ પ્રમુખ દિનેશભાઈ,પક્ષ નાં આગેવાન વરિષ્ઠ નેતા નિવૃત ડીઆઇજી બી.ડી.વાઘેલા સાહેબ,વહીવટીતંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

