ઝાલોદ આર.સી.ડી.એસ વિભાગ દ્વારા નારી વંદન ઉત્સવ નિમિત્તે સ્વાવલંબન દિવસની ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૨
ઝાલોદ આર.સી.ડી.એસ વિભાગ દ્વારા આંગણવાડી કાર્યકર્તા અને કિશોરીની વાનગી હરીફાઈ યોજવામાં આવી હતી આનો મુખ્ય ઉદ્દેશ મહિલાઓ જાતે સ્વાવલંબી બને તેવો હતો ,મહિલાઓ જાતે દરેક ક્ષેત્રે વધુ આગળ વધે અને વધુ જાગૃત થાય તે માટે નારી વંદન ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી
મહિલા ઉત્કર્ષ માટે ગુજરાતની અનોખી પહેલ “નારી વંદન ઉત્સવ” નિમિતે મહિલા સ્વાવલંબન દિવસની ઉજવણી ICDS ઝાલોદ વિભાગ દ્વારા આંગણવાડીના કાર્યકર્તા અને કિશોરીઓની વાનગી હરીફાઈ યોજવામાં આવી.
આ પ્રસંગે કલેકટર, જિલ્લા વિકાસ અધિકારી , દાહોદ જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા, તાલુકા પંચાયત પ્રમુખ રમસુભાઈ ભાભોર, CDPO ,ચૂંટાયેલ સભ્યો, અધિકારીઓ હાજર રહ્યા હતા