ઝાલોદ નગરના કંબોઇઘામ ખાતે ભાજપની વિધાનસભા સંગઠનલક્ષી મીટિંગ યોજવામાં આવી : ભાજપ પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટની અધ્યક્ષતામાં મીટિંગ યોજવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૦૪
ઝાલોદ નગરના કંબોઈધામ ખાતે ભાજપનાં પ્રદેશ મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટની અધ્યક્ષતામાં ઝાલોદ વિધાનસભાની સંગઠનલક્ષી બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયાર, જિલ્લા મહામંત્રી નરેન્દ્રભાઇસોની,દાહોદ જિલ્લા પ્રભારી રાજેશભાઈ પાઠક, હંશાકુંવરબા રાજ,જિલ્લા પંચાયત પ્રમુખશીતલકુમારી વાઘેલા, તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ,દિનેશભાઈ,તાલુકા ભાજપ મહામંત્રી કાળુભાઈ,સુરેશભાઈ,અનુપભાઇ,,વરિષ્ઠ આગેવાન નિવૃત DIG બી.ડી.વાઘેલા (IPS) જિલ્લા હોદ્દેદારો, જિલ્લા મોરચાના હોદ્દેદારો, મંડલના હોદ્દેદારો, મંડલ મોરચા પ્રમુખ / મહામંત્રીઓ, શક્તિ કેન્દ્ર સંયોજક / પ્રભારી, પ્રદેશની જવાબદારી વાળા તમામ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

