ઝાલોદ બી.એમ.હાઈસ્કૂલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત સ્પર્ધાઓ યોજાઈ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૪

ઝાલોદ નગરમાં આવેલી ઝાલોદ કેળવણી મંડળ સંચાલિત બી.એમ.હાઈસ્કૂલમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ચિત્રસ્પર્ધા, દેશભક્તિ ગીત, લીંબુ ચમચી, સંગીત ખુરશી અને સ્લો સાયકલીંગ જેવી સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના ૯ થી ૧૨ ના કુલ ૩૨૫ બાળકોએ ભાગ લીધો હતો વિદ્યાર્થીઓને શાળાના ઇન્ચાર્જ આચાર્ય એમ.એમ.પટેલ તથા કેળવણી મંડળના પ્રમુખ હસમુખભાઇ પટેલે વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે સહ શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં સતત ભાગ લેવા માટે સતત પ્રોત્સાહન પૂરું પાડ્યું અને દેશની આઝાદીના મૂલ્યને સાચા અર્થમાં બાળકો સમજતા થાય તે માટે તેઓએ બાળકોને સતત માર્ગદર્શન અને દિશા સુચન કર્યું હતું. બી.એમ.હાઈસ્કૂલ દ્વારા વિધાર્થીઓને માર્ગદર્શન આપતી પ્રવૃત્તિઓ સદા થતીજ રહે છે જેથી બાળકોનો માનસિક વિકાસ પણ થતો રહે છે. બી.એમ.હાઈસ્કૂલનના શિક્ષક સ્ટાફ પણ વિધાર્થીઓને માર્ગદર્શન અને દિશા સુચન આપતા કાર્યો સતત કરતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: