નારી વંદન ઉત્સવ : દાહોદ ખાતે મહિલા નેતૃત્વ દિવસની ઉજવણી કરાઈ : મહિલા ખેડૂતો – પશુપાલકોનું પ્રશસ્તિપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું

દાહોદ તા.૦૫

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “નારી વંદન ઉત્સવ” અતંર્ગત “મહિલા નેતૃત્વ દિવસ” નિમિત્તે રાધે ગાર્ડન, દાહોદ ખાતે જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં પશુપાલન માર્ગદર્શન શિક્ષણ શિબિર પણ યોજાઇ હતી. મહિલા નેતૃત્વ દિન નિમિત્તે ખેતી ક્ષેત્રે પ્રભાવી નેતૃત્વ કરી રહેલી મહિલા ખેડૂતો-પશુપાલકોનું મહાનુભાવોએ પ્રશસ્તિપત્ર આપીને સન્માન કર્યું હતું.
આ પ્રસંગે સુશ્રી નેહા કુમારીએ જણાવ્યું કે, ભારતની જનસંખ્યા જોઇએ તો ૪૭ % મહિલાઓ છે. અત્યારે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી થઇ રહી છે. બાળક યોગ્ય રીતે પોષિત થાય એ માટે બાળક જન્મે ત્યારથી છ મહીના સુધી બાળકને માતાનું ધાવણ અવશ્ય મળવું જોઇએ. જેથી બાળકનો સર્વાગી શારીરિક વિકાસ થાય છે. પરંતુ માતા પોતે કુપોષણથી પીડાતી હશે તો બાળકને યોગ્ય પોષણ આપી શકશે નહી. માટે પ્રથમ તો માતાએ પોતે જ સુપોષિત થવાની જરૂર છે. માતા સુપોષિત હશે તો બાળક પણ સુપોષિત થશે. બાળકને બહાર બોટલમાં વેચાતુ દુધ પીવડાવવાથી બાળકને ડાયેરિયા, ઇંન્ફેંક્શન થઇ શકે છે. માટે જરૂરી છે કે બાળકને માતાનું જ દૂધ આપવામાં આવે.
કાર્યક્રમમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી કમલેશ ગોસાઇ, અગ્રણી સર્વ શ્રી જિથરાભાઇ ડામોર, સુશ્રી રમીલાબેન, સુશ્રી મેઘા પંચાલ, અધિકારીશ્રીઓ, કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: