હર ઘર ત્રિરંગા : નાના ભૂલકાઓનો ઉત્સાહ
દાહોદ તા.૦૫
દાહોદ જિલ્લામાં આગામી તા. ૧૩ થી તા. ૧૫ ઓગસ્ટ દરમિયાન હર ઘર ત્રિરંગા કાર્યક્રમ યોજાનાર છે ત્યારે નાગરિકોની સાથે સાથે નાના ભૂલકાઓમાં પણ દેશભક્તિનો સંચાર જોવા મળી રહ્યો છે. જિલ્લાની શાળાઓમાં સ્લોગન કોમ્પીટિશન, શૌર્ય ગાન સ્પર્ધા, ચિત્રસ્પર્ધા યોજાઇ રહી છે. શાળાના નાના ભૂલકાઓમાં પોતાના ઘરે ત્રિરંગો લહેરાવવાનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અહીંની શાળાના વિદ્યાર્થીઓએ માનવ આકૃતિ રચી દેશભક્તિ દર્શાવી હતી.