વિશ્વ આદિવાસી દિવસના ભાગરૂપે શાળામાં આદિવાસી પરંપરાગત વાનગીનું પ્રદર્શન યોજવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૬
વિશ્વ આદિવાસી દિનની ઉજવણીના ભાગરૂપે શાળામાં આદિવાસી પરંપરાગત વાનગી પ્રદર્શન રાખવામાં આવ્યું જેમાં દાહોદ જીલ્લાના આદિવાસી ભીલ જાતિના લોકોની અતિ પ્રાચીન અને પ્રખ્યાત વાનગી કે જે આજના સમયમાં વિસરાઈ જવા આવી છે તેવી અવનવી વાનગીઓ શાળાના આચાર્ય અને શિક્ષક મિત્રો બનાવી લાવ્યા. તેમાં મહુડાના લાડુ, મહુડાના ઢોકળા ,ગણી, આયની,ઘઉંના લોટના પુડલા, ઘઉંના ભજીયા, ખાટું ,જેવી વાનગીઓ અર્ચનાબેન દ્વારા બનાવવામાં આવી તેમજ પાનિયા , અડદનીડાલ,સોખા, લસણની ચટણી,કોદરી,તીખો રોટલો,હાંગરો રોટલો,. ઘાટડી , મકાઈના લોટની ખીર આચાર્યશ્રી રોશનીબેન દ્વારા દામીનીબેન દ્વારા ઝકલીની ભાજી,,મકાઈના અને ઘઉંના ચૂરમાના લાડું, ડામોર બચુભાઈ દ્વારા રાબ.. મહેશભાઈ રોટલા અને કાચરાનું શાક,અશોકભાઈ ભીંડા અને રજનની ભાજી શૈલેષભાઈ દ્વારા ..પ્રખ્યાત બાકલા..બાળકો દ્વારા મકાઈના ફુલ્લ ખાટા ભીંડા..જેવી પરંપરાગત વાનીગો બનાવી શાળાના બાળકોને આદિવાસી સંસ્કૃતિની ઝલક બતાવવામાં આવી.