ઝાલોદ કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ચેસ સ્પર્ધા યોજાઈ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૬
ઝાલોદ નગરની કે.આર.દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદના યજમાનપદે આઝાદીના અમૃત મહોત્સવના ઉપલક્સમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આંતર કોલેજ ચેસ સ્પર્ધા તા.2/8/22 ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થઈ. સ્પર્ધામાં દાહોદ, મહીસાગર, પંચમહાલ, છોટા ઉદેપુર અને વડોદરા જિલ્લાની 30 કરતા વધુ કોલેજના ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કોલેજના આચાર્ય એમ.એમ.પટેલ ઉપસ્થિત તમામ કોલેજના અધ્યાપકો અને ખેલાડીઓને આવકારી સ્પર્ધાની શરૂઆત કરાવી હતી તથા સર્વોત્તમ દેખાવ માટે ખેલાડીઓને શુભકામનાઓ આપી હતી. સ્પર્ધાના ચીફ આરબીટર ડૉ જગજીતસિંહ ચૌહાણે ખેલાડીઓને સ્પર્ધા અંતર્ગત વિસ્તૃત માહિતી આપી પૂરેપૂરી સ્પર્ધા ખૂબ સરળ અને સફળ રીતે પૂર્ણ કરાવી હતી. સ્પર્ધાનું સફળ સંચાલન ઝાલોદ કોલેજના ફિઝિકલ ડાયરેકટર ડૉ. બહાદુરસિંહ ગોહિલે કર્યું હતું. સ્પર્ધા ખૂબ ઉમદા વાતાવરણમાં સંપન્ન થતા ભાગ લેનાર તમામ કોલેજો અને ખેલાડીઓનો સંસ્થા વતી આભાર વ્યક્ત કર્યો હતો. સ્પર્ધાના અંતે પરિણામ નીચે મુજબ પ્રાપ્ત થયું હતું.