ઝાલોદ નગરની વૈષ્ણવ હવેલી ખાતે શ્રાવણ માસમાં દરરોજ કલાત્મક હિંડોળાના દર્શન : વણિક સમાજના નાના મોટા સહુ ભેગા થઈ હિંડોળા સજાવે છે
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૬
હિંડોળાનું મહત્વ હિન્દુ ધર્મ માટે મહત્વનું છે, હિંડોળા હિંદુઓનો લોકપ્રિય તહેવાર ગણાય છે, હિંડોળાનું આયોજન શ્રાવણ માસમાં વિવિધ મંદિરોમાં યોજાય છે, હિંડોળામાં ભગવાન કૃષ્ણના સ્વરૂપને ઝૂલા પર મૂકવામાં આવે છે અને દરેક ભક્તો ઝૂલો ઝૂંલાવી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા મેળવે છે, હિંડોળાની શરુંવાત ૫૦૦૦ વર્ષ પહેલાં વૃંદાવનમાં થઈ હતી, દરેક ગોપીયો ગળી ગળી અને ઘર ઘરમાં શ્રીકૃષ્ણના સ્વરૂપને સજાવી ઝૂલા ઝૂલાવતા હતા, ત્યારથી જ હિંડોળા એક ઉત્સવ સ્વરૂપે દરેક મંદિરોમાં યોજાય છે, હિંડોળાની ઉત્પત્તિ પુષ્ટીમાગઁ સંપ્રદાયમાં થઈ હતી, પુષ્ટીમાગઁમાં સોના, ચાંદી, લાકડાના, ફળ, ફ્રૂટ, મેવો, શાકભાજી, માળા, રાખી, કાંચ ,મોતી ,રંગ આવા અગણિત રૂપે હિંડોળા સજાવવામાં આવે છે.
ઝાલોદ નગરની વૈષ્ણવ હવેલી ખાતે શ્રાવણ માસ ચાલુ થતાની સાથેજ મંદિર પરિસરમાં રોજ સવારથીજ સાંજ સુધી મંદિર પરિસરમાં ધાર્મિક પ્રોગ્રામો યોજાય છે, શ્રાવણ માસ દરમ્યાન દરરોજ મંદિરમાં અવનવા હિંડોળાના દર્શન થઈ રહ્યા છે, મંદિરમાં વણિક સમાજના સહુ ભેગા મળી હિંડોળા સજાવે છે, મંદિર પરિસરમાં ફ્રૂટ, શાકભાજી, સૂકો મેવો , ચોકલેટ, બિસ્કિટ, થર્મોકૉલ, અનાજ, કઠોળ તેમજ ભગવાનના સ્વરૂપના એવા અવનવા અને કલાત્મક હિંડોળા યોજાઈ રહ્યા છે ,ધાર્મિક ભક્તો દરરોજ અવનવા સ્વરૂપના કલાત્મક હિંડોળાના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને ભગવાનને હિંડોળે ઝૂલાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે, દરેક વૈષ્ણવ જેવા સ્વરૂપના હિંડોળા હોય તેવા વસ્ત્રો પહેરીને મંદિરે આવવાનો પ્રયત્ન કરે છે જેથી સૌ વૈષ્ણવો એક જેવા દેખાય, આ મંદિરમાં દરરોજ ભજન કીર્તન તેમજ અખંડ ધૂન જેવા ધાર્મિક કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે