દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ : દાહોદ શહેરમાંથી લઘુમતિ કોમના યુવક દ્વારા હિન્દુ યુવતીને ભગાડી જતાં પોલીસમાં ફરિયાદ
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૭
દાહોદ શહેરમાં એક લઘુમતિ કોમના યુવક દ્વારા એક હિન્દુ સગીરાને લગ્નની લાલચ આપી પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં પોલીસમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
દાહોદ શહેરમાં મારવાડી ચાલી ખાતે રહેતો અકરમ આરીફ પઠાણે દાહોદ શહેરમાં રહેતી એક ૧૫ વર્ષીય સગીરાને પ્રેમના પાઠ ભણાવી, લગ્નની લાલચ આપી, પત્નિ તરીકે રાખવા સારૂં અપહરણ કરી લઈ નાસી જતાં આ સંબંધે દાહોદ શહેર પોલીસ મથકે સગીરાના વાલી વારસ દ્વારા ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.