ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલના મીડવાઇફ ( એન.પી.એસ ) કિરીટ ગોસાઈ, ડોક્ટર્સ, મેટ્રન તથા નર્સ સ્ટાફની ઉત્કૃષ્ટ કામગીરી : એક જ દિવસમાં વીસ જેટલી સગર્ભા મહિલાઓની નોર્મલ ડિલીવરી કરાઈ
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૭
તારીખ ૬ ઑગસ્ટ ૨૦૨૨ શનિવાર રાજ્ય સરકારના સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ દ્વારા છેવાડાના લોકોને પણ આરોગ્યની સેવાઓ મળી રહી છે ઝાલોદ તાલુકો રાજસ્થાનની બોર્ડર અને અંતરિયાળ વિસ્તારમાં આવેલ છે અને આ વિસ્તારના અંતરિયાળ વિસ્તારનાં લોકો ગરીબી રેખાની નીચે જીવે છે તેથી ઝાલોદ નગરનું સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ અહીંના લોકો માટે આશીર્વાદ સમાન હોય છે, અહીં હૉસ્પિટલમાં આવતા લોકોને હોસ્પિટલ સ્ટાફ દ્વારા પૂરો સહયોગ કરવામાં આવે છે જેથી તેમને પૂરતી સારવાર સારી રીતે મળી રહે આ કેન્દ્રોમાં કર્મચારીઓની ફરજ નિષ્ઠા અને આવડતના કારણે અનેક કિસ્સાઓમાં દર્દીઓને નવજીવન આપ્યું છે ત્યારે આવો જ કિસ્સો ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલમાં જોવા મળ્યો છે ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ખાતે ફરજ બજાવતા મીડવાઇફ ( એન.પી.એસ ) કિરીટ ગોસાઇ તથા તમામ સ્ટાફના સહયોગથી ૨૪ કલાકમાં ૨૦ સગર્ભા માતાની નોર્મલ ડિલીવરી કરાવી હતી.
જેમાં ૧૧ બાળકો અને ૯ બાળકીઓનો સમાવેશ થાય છે અત્રે નોંધ લેવાનું થાય છે કે ઝાલોદ સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ દ્વારા મહિને ૩૦૦ જેટલી ડિલીવરી કરાવવામાં આવે છે કિરીટ ગોસાઈ અને તેમની ટીમની સરાહનીય કાર્ય થી સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલે અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે અને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલ ઝાલોદનું નામ પ્રસિદ્ધ કરેલ છે તમામ ડિલીવરી બાદ તમામ માતાઓ અને બાળકોની તબિયત સારી છે કોઇને કોઇ પણ જાતનું જોખમ નથી તેવું સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલનાં અધિક્ષક બીરેન પટેલે જણાવ્યું હતું અને આવી ઉત્કૃષ્ટ કામગીરી બદલ મીડવાઇ ( એન.પી.એસ ) તથા તમામ સ્ટાફને સબ ડીસ્ટ્રીક્ટ હોસ્પિટલના અધિક્ષક બીરેન પટેલે અભિનંદન પાઠવ્યા હતા.

