ઝાલોદ નગરમાં બેવડી ઋતુ સર્જાતા બીમારીએ માથું ઉચક્યું : અસહ્ય ઉકળાટથી લોકો હેરાન,બીમારીઓને લઈ દવાખાના ઉભરાયા
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૭
વાતાવરણમાં બદલાવ આવતા બીમારી પણ વધતી જોવા મળી રહી છે, સામાન્ય રીતે આ ઋતુમાં વ્યક્તિને કેટલાય કેટલાય જાતનાં બીમારીને લગતા વાયરસોનો સામનો કરવો પડે છે તેના લીધે લોકોમાં બીમારી એલર્જીના સ્વરૂપમાં આવે છે જો ધ્યાન રાખવામાં ન આવે તો તેના ગંભીર પરિણામો ભોગવવા પડે છે, આ વાતાવરણમાં ગંદકી, પાણીનો એક જગ્યાએ ભરાવો થતાં માખી મચ્છર વધતા બિમાર થાય છે.
ઝાલોદ નગરમાં વર્ષાઋતુનો રંગ બરાબર જામ્યો નથી તેથી ઝાલોદમાં બે ઋતુ જોવાઈ રહી છે તેના લીધે નગરમાં હાલ અતિશય ઉકળાટ જોવાઈ રહ્યો છે લોકોને અસહ્ય ગરમીનો સામનો કરવો પડી રહ્યો છે બે ઋતુ ભેગી થતાં હાલ ઝાલોદ નગરમાં બીમારીએ માઝા મુકી છે શરદી, ખાંસી,તાવ , ગળામાં ઇન્ફેક્શન ,ઝાડા, ડેન્ગ્યુ જેવા રોગોએ માઝા મૂકી છે તેથી નગરના દરેક હોસ્પિટલોમા મોટા પ્રમાણમાં ભીડ જોવાઈ રહી છે, બીમારીઓ ને લઈ ઝાલોદ પાલિકા દ્વારા દવાનો છંટકાવ અને ફોગીંગ હાલ રોજ કરવું જોઈએ તેવી પણ લોકમાંગ ઉઠવા પામી છે જેથી ઝાલોદ નગરના લોકો કોઈ મોટી ગંભીર બીમારીમાં ના જકડાય , ઝાલોદ નગરનું સરકારી તંત્ર પણ આ પ્રત્યે ધ્યાન રાખી લોકોને જાગૃત કરી રહ્યા છે લોકોએ પણ જાગૃત થઈ ઘર અને ચોગાનની સફાઈનું ધ્યાન રાખવું જોઈએ જેથી મચ્છરોનો ઉપદ્રવ ન થાય અને શુદ્ધ આહાર જ લેવું જોઈએ જેથી બીમારી ન થાય થોડી સાવધાની રાખવાથી બીમારી ટાળી શકાય છે જેથી લોકોએ જાતે જાગૃત થઈ બીમારી સામે લડવું પડશે તો જ બીમારી દૂર થઈ શકે છે

