ઝાલોદ તાલુકા ભાજપની મહિલા મોરચાની બહેનો દ્વારા નરેન્દ્રમોદીને રાખડી મોકલવામાં આવી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૭
ભાજપની મહિલા મોરચાની બહેનો દ્વારા 06-08-2022 ના રોજ વડાપ્રધાન નરેન્દ્રમોદીને રાખડી સાથે રક્ષા કવચ મોકલવામાં આવેલ છે, વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા મહિલાઓના વિકાસ માટે જે કાર્યો કરી રહ્યા છે તેના માટે આખા ભારતની તેમજ સમગ્ર ઝાલોદ તાલુકા ભાજપ મોરચાની બહેનોને નરેન્દ્રમોદી પર ગર્વ છે, દેશનો સર્વોચ્ચ પદ પર રાષ્ટ્રપતિ તરીકે આપે આદિવાસી મહિલા દ્રોપદી મુમૂઁજી ને બિરાજમાન કર્યા છે તેના પર સમગ્ર ભારતની મહિલાઓને ગર્વ છે વડાપ્રધાન નરેન્દ્રમોદીની દીધઁ દ્રષ્ટિ થી જ આજે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષો કરતાં આગળ છે વડાપ્રધાન નરેન્દ્રમોદી દ્વારા દર મહિનાની છેલ્લી તારીખમાં મન કી બાત યોજવામાં આવે છે તે કરોડો લોકોને નવી ઊર્જા આપે છે વડાપ્રધાન મોદી નિરોગી અને સ્વસ્થ રહી ભારત દેશને સદા પ્રગતિના પંથ પર લઈ જઈ દેશ વિદેશમાં ભારતનું પ્રતિનિધિ સદા કરતા રહી ભારત દેશને નવી ઊંચાઈયો પર લઈ જાય તેવી ઝાલોદ તાલુકાની મહિલા મોરચાની બહેનો દ્વારા કામના કરવામાં કરી તેમની લાંબી આયુષ માટે ઈશ્વરને પ્રાર્થના કરી હતી.