દાહોદ શહેરમાંથી એક વૃધ્ધા પાસેથી રૂા. ૩૦ હજાર ચોરી અજાણ્યો ચોર ફરાર

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૮


દાહોદ શહેરમાં બપોરના સમયે ધોળા દિવસે શહેરના ધમધમટા એવા માણેક ચોકથી નગરપાલિકા તરફ વચ્ચેના રસ્તા તરફથી એક વૃધ્ધા પાસેના થેલામાં કોઈ અજાણ્યા ચોર ઈસમે બ્લેડ મારી થેલામાંથી રોકડા રૂપીયા ૩૦,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ગત તા.૦૫ ઓગષ્ટના રોજ દાહોદ શહેરના જલવિહાર સોસાટી ખાતે તીર્થ કોમ્પ્લેક્ષમાં રહેતાં ૭૦ વર્ષીય રીટાયર્ડ નર્સ શીલાબેન નરેશબાઈ ધુલિયા બપોરના અઢી વાગ્યાના આસપાસ દાહોદ શહેરમાં આવેલ માણેક ચોકથી નગરપાલિકા તરફના રસ્તેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી શીલાબેનની નજર ચુકવી તેઓની પાસે રહેલ થેલામાં બ્લેડ મારી થેલામાં મુકી રાખેલ રોકડા રૂપીયા ૩૦,૦૦૦ની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!