દાહોદના ગણેશ મંડળોમાં ગણેશ વિસર્જનન મામલે નારાજગી : દાહોદના ઐતિહાસિક છાબ તળાવમાં ગણેશ વિસર્જન કરવા મામલે ગણેશ મંડળો દ્વારા પાલિકાને આવેદન
રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૮
દાહોદ શહેરમાં આગામી ગણેશ ચતુર્થના તહેવારને લઈ ગણેશ મંડળોમાં અનેરો ઉત્સાહ જાેવા મળી રહ્યો ત્યારે દાહોદના ઐતિહાસિક છાબ તળાવ ખાતે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવે તેવી રજુઆત સાથે દાહોદના ગણેશ મંડળો દ્વારા દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી ત્યારે પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર દ્વારા કલેક્ટર સમક્ષ આ મામલે ગણેશ મંડળોની રજુઆત મુકવામાં આવશે તેવી હૈયાધારણા આપવામાં આવી હતી.
દાહોદ શહેરને સ્માર્ટ સીટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે અને તેમાં દાહોદના ઐતિહાસિક છાબ તળાવનું પણ બ્યુટીકેશન કરવામાં આવનાર છે ત્યારે છાબ તળાવના બ્યુટીકેશનને પગલે તળાવમાં વિસર્જનના કાર્યક્રમો ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. કોરોના કાળ દરમ્યાન આમેય તમામ તહેવારોના રંગમાં ભંગ પડ્યો હતો ત્યારે કોરોનાએ પકડ ધીમી પડતાં સરકાર દ્વારા છુટ છાટો આપવામાં આવી હતી અને ત્યાર બાદ તહેવારોની રમઝટ જામતાં લોકોમાં ઉત્સાહ જાેવા મળી રહ્યો છે ત્યારે આગામી ગણેશ ચતુર્થીના આગમનને પગલે દાહોદ શહેરના ગણેશ મંડળો દ્વારા દાહોદ શહેરમાં એક મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને જેમાં ગણેશ વિસર્જન દાહોદના ઝાબ તળાવમાં પુનઃ કરવામાં આવે તેવી મંડળો દ્વારા ચર્ચા કરવામાં આવી હતી અને આ માટે દાહોદ શહેરના ગણેશ મંડળો દ્વારા દાહોદ નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરની મુલાકાતે પહોંચી તેઓને આ મામલે એક આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું અને દાહોદના છાબ તળાવ ખાતે ગણેશ વિસર્જન કરવામાં આવે તેવી રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ મામલે પાલિકાના સત્તાધિશો દ્વારા ગણેશ મંડળોની રજુઆત કલેક્ટર સમક્ષ મુકવાની હૈયાધારણા આપી યોગ્ય રસ્તો કાઢવાની હૈયાધારણા પણ આપવામાં આવી હતી ત્યારે દાહોદ શહેરના ગણેશ મંડળોના જણાવ્યાં અનુસાર, પુર્વ કલેક્ટર વિજય ખરાડી દ્વારા સ્માર્ટ સીટી જાહેર થયાં બાદ અને ઐતિહાસિક છાબ તળાવના બ્યુટીકેશનની જાહેરાત બાદ ઝાબ તળાવ ખાતે કૃત્રિમ તળાવની વ્યવસ્થા કરી આપવામાં આવશે પરંતુ આજદિન ઝાબ તળાવ ખાતે કોઈ કૃત્રિમ તળાવનું નિર્માણ ન થતાં દાહોદના ગણેશ મંડળોમાં નારાજગી પણ જાેવા મળી હતી.

