લમ્પી વાઈરસના પગલે દાહોદ જિલ્લામાં ગૌ શાળાની ૧૦૦૦ જેટલી ગાયોને પશુ પાલન શાખા દ્વારા રસીકરણ કરવામાં આવ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૦૮
દાહોદ જિલ્લામાં લમ્પી વાઈરલના પગલે દાહોદ જિલ્લા પશુપાલન વિભાગ એક્શનમાં આવ્યું છે અને દાહોદ જિલ્લામાં ગૌ શાળાની કુલ ૧૦૦૦ જેટલી ગાયોને રસીકરણની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.
દાહોદ તાલુકાના નવાગામ ખાતે ૦૭ પશુઓમાં લમ્પી વાઈરલના લક્ષ્ણોને પગલે દાહોદ જિલ્લા પશુપાલન વિભાગ સતર્ક બન્યું હતું. જિલ્લાના તમામ તાલુકાઓના ગામડે ગામડે જઈ હાલ પશુ પાલન વિભાગ પશુઓને રસીકરણ કરવાની કામગીરી હાથ ધરી રહી છે. લમ્પી લાઈરસ સામે સાવચેતીના ભાગરૂપે પશુપાલન વિભાગ દ્વારા પશુ પાલકોને માર્ગદર્શન સહિત સુચનાઓ પણ આપવામાં આવી રહી છે ત્યારે દાહોદ જિલ્લા પશુપાલન વિભાગ દ્વારા દાહોદ જિલ્લામાં આવેલ ગૌ શાળા ખાતે ટીમે સાવચેતીના પગલાં રૂપે ગૌ વંશને લમ્પી વાઈરસ સામે રક્ષણ મળી રહે તે માટે રસીકરણનો આરંભ કરવામાં આવ્યો છે. પશુ પાલન વિભાગ દ્વારા લમ્પી વાઈરસને લઈ પશુ પાલકોને અનેક સુચનો પણ કરવામાં આવી રહ્યાં છે જેમાં પશુઓને ગંદકી ઉકરડા થી દુર રાખવા, જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો જેથી માખી, મચ્છર અને ઇતરડીથી રાહત મળે જ્યારે પશુઓમાં લમ્પી વાઈરસના લક્ષણ જણાય તો સૌપ્રથમ સ્વસ્થ પશુઓથી અલગ કરવું અને ચરવા માટે છુટું મુકવું નહીં તેમજ નજીકના પશુદવાખાના અથવા હેલ્પ લાઇન નંબર ૧૯૬૨ નો સંપર્ક કરવો. રોગગ્રસ્ત પશુઓનું સ્થળાતંરણ સંમ્પૂર્ણ બંધ કરવું, અન્ય જિલ્લાઓમાંથી પશુની હેરફેર ન કરવી તેમજ વરસાદી પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવી. ગાભણ પશુ તરવાઇ જાય અને ક્યારેક પશુ મૃત્યુ પામે છે જેવા માર્ગદર્શન પણ દાહોદ જિલ્લા પશુ પાલન વિભાગ દ્વારા જિલ્લા પશુ પાલકોને આપવામાં આવી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: