ઈ – FIR થી નોંધાયેલ મોબાઈલ ચોરીના ગુન્હાના ઈ – ગુજકોપ પોકેટ કોપના ઉપયોગથી ગુન્હો ડીટેક્ટ કરી બે આરોપીઓને ગણતરીના કલાકોમાં ઝડપી પાડતી લીમડી પોલીસ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૮
લીમડી પો.સ્ટે.ના સી.પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એલ.ડામોર તથા સે.પો.સ.ઇ. જી.બી.પટેલ નાઓએ ફરીયાદમાં જણાવેલ મો.સા.ના નંબર ઉપરથી ઇ-ગુજકોપ પોકેટ કોપમાં સર્ચ કરી વાહન માલિકનું સરનામુ મેળવીને લીમડી પોલીસ સ્ટાફના વિપુલભાઇ મંગળાભાઇ અ.હે.કો. તથા મહેશભાઇ અશોકભાઇ આ.પો.કો. તથા પ્રદીપભાઇ નટુભાઇ અ.પો.કો. તથા ધનંજયભાઇ સમુભાઇ અ.પો.કો. તથા શૈલેષભાઇ કસનભાઇ અ.પો.કો. નાઓને તાત્કાલીક એક્શનમાં લાવી મોબાઇલ ચોરીને બાઇક ઉપર નાસી જનાર ત્રણ ચોર પૈકી બે ચોરોને ગણતરીના કલાકોમાં પકડી પાડી મોબાઇલ ચોરીના ગુન્હાનું ડીટેક્શન કરેલ છે.
પકડાયેલ આરોપીઓ :-
(૧) સાગરભાઇ ઉર્ફે બાદલ હિમતભાઇ ભુરીયા, ઉ.વ.૧૯, રહે.ઉકરડી, તા.જી.દાહોદ.
(૨) સુરમલભાઇ સાબુભાઇ જાતે.મહીડા, ઉ.વ.૨૧, રહે.કાળીમહુડી, તા.ઝાલોદ, જી.દાહોદ.
નહીં પકડાયેલ આરોપી :-
(૩) મિલનભાઇ ધીરાભાઇ જાતે.બીલવાળ, રહે.સાકરદા, કાળીડેમ, તા.જી.દાહોદ.
કબ્જે કરેલ મુદામાલ :-
(૧) એક યામાહા મો.સા.
(૨) મોબાઇલ ફોન નંગ- ૦૩