ઝાલોદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાળ પર : ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘના સમગ્ર કર્મચારીઓ હડતાળ પર

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૮

ઝાલોદ તાલુકા આરોગ્ય કર્મચારી મહાસંઘના પ્રમુખ મનિષભાઈ પંચાલ અને મંત્રી સંજયભાઈ પાંડોર  દ્વારા આજ રોજ 08-08-2022 સોમવારના રોજ ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓની પડતર માંગણીઓને લઈ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી રહ્યા છે તેવું એક આવેદનપત્ર તાલુકા આરોગ્ય અધિકારી પાન્ડેને આપેલ છે.
ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ ગાંધીનગર દ્વારા 04-08-2022 ના રોજ થયેલ સાધારણ સભામાં લેવાયેલ નિર્ણય અનુસાર ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો જેવાકે 2800 ગ્રેડ પે, 0 કીમી પર ફેરણી ભથ્થુ,કોરોના કાળમાં રજાના દિવસે બજાવેલ ફરજનો 98 દિવસનો પગાર જેવી વિવિધ માંગણીઓનું રાજ્ય સરકાર દ્વારા નિરાકરણ ન આવતા સમગ્ર ગુજરાતના તેમજ ઝાલોદ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ 08-08-2022 સોમવારથી અચોક્કસ મુદતની હડતાળ પર જઈ રહ્યા છે.
આરોગ્ય ફિલ્ડમાં કામગીરી કરતા કર્મચારીઓ હડતાળ પર જવાથી આ ફીલ્ડમા કામ કરતા અને ગ્રામીણ વિસ્તાર તેમજ શહેરી વિસ્તારમાં લોકોને ઘરે ઘરે ફરી જન જન સુધી લોકોના આરોગ્યની ચિંતા કરતા આરોગ્ય કર્મચારીઓની સરકાર દ્વારા માંગણીઓ ન સંતોષાતા અચોક્કસ મુદ્દત હડતાલ પર જતા  સબ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ફરજ બજાવતા આરોગ્ય કાર્યકર મેલ /ફિમેલ કર્મચારીઓ તારીખ 8/8/22થી હડતાલ માં જોડાતા ગ્રામ્ય લેવલે કોરોના રસીકરણ આયુષ્માન ભારત કાર્ડ કલોરીનેશન કામગીરી મમતા દિવસ માં બાળકો ની રસીકરણ ની કામગીરી પોરાનાશક કામગીરી ન થતા મેલેરિયા, ડેંગ્યુ,કોરોના,કોરોના રસીકરણ, સિકલસેલ,ટી.બી,લેપ્રસી,ચંદીપુરમ જેવા ભયંકર જીવલેણ રોગો વકરશે જે નોંધ લેવા જેવી બાબત છે ગુજરાત સરકાર આરોગ્ય કર્મચારીઓ માંગણી પર ધ્યાન આપી જલ્દી નિરાકરણ લાવે નહિતો  બીમારીઓ વધુ વધશે તો વધુ ચિંતા સર્જાશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: