આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે કન્યાશાળા અને કુમારશાળા દ્વારા લીમડી નગરમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૦૮
આઝાદીના 75 વર્ષ નિમિતે ઉજવણી અને સંસ્કૃતિ તથા સિદ્ધિઓના ગૌરવશાળી ઈતિહાસની ઉજવણી કરવા માટે આઝાદી કા અમૃત મહોત્સવ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી દ્વારા પહેલ કરવામાં આવી હતી જેના અંતર્ગત આજરોજ લીમડી કન્યાશાળા અને કુમારશાળા દ્વારા લીમડી નગરમાં તિરંગા યાત્રા નીકાળવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ અને શાળાના શિક્ષકો જોડાયા હતા જેમાં વિદ્યાર્થીઓ તિરંગા હાથમાં લઇ રેલીમાં જોડાયા હતા અને વંદે માતરમ ,ભારત માતા કી જય, ઘર ઘર તિરંગાના જય ઘોષ સાથે રેલી કાઢવામાં આવી હતી.