ઝાલોદ નગરમા રક્ષાબંધનના તહેવારને લઈ વ્યાપારી વર્ગમાં ખુશીનો માહોલ : રક્ષાબંધનના તહેવારને લઈ બજારમાં અવનવી ડિઝાઇનની રાખડીઓ જોવા મળી

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૦૮

ભારત દેશ એ ઉત્સવ પ્રિય દેશ છે અને દરેક ઉત્સવને લઈ કોઈને કોઈ ધાર્મિક આસ્થા જોડાયેલ હોય છે દશામાંનું ઉજવણ પૂરું થતાં જ બહેન ભાઈના નિશ્વાથઁ પ્રેમના પ્રતિક એવું રક્ષાબંધનનો તહેવાર આવી રહેલ છે, હાલ દરેક તહેવારોને લઈ નગરના બજારોમા ભારે ભીડ જોવા મળી રહેલ છે તેથી રક્ષાબંધનના તહેવારને લઈ વ્યાપારી વર્ગ ભારે ખૂશ જોવાઈ રહેલ છે રક્ષાબંધનના તહેવારને લઈ બજારમાં નવી નવી ડિઝાઈનની રાખડીઓ જોવા મળી રહેલ છે બહેનો ભાઈ માટે રાખડીઓ લેવા બજારમાં જોવા મળી રહેલ છે અને વ્યાપારી વર્ગ પણ રાખડીના વ્યાપારમાં મશગુલ જોવાઈ રહેલ છે સાથે સાથે મિઠાઈના વ્યાપારીઓ પણ મીઠાઈ બનાવવામાં વ્યસ્ત જોવાઈ રહેલ છે આમ હાલ બજારમાં તહેવારને અનુલક્ષીને ખરીદી કરવામાં લોકો મશગુલ જોવાઈ રહેલ છે.
રક્ષાબંધનનો તહેવાર દશામાં વ્રત પુરા થતાં જ શ્રાવણ મહિનાની પૂનમના દિવસે આવે છે ભાઈ બહેનના નિસ્વાર્થ પ્રેમનું પ્રતીક એટલે રક્ષાબંધન ,ભાઈ બહેન એક બીજા પ્રત્યે પ્રેમ અને ફરજની ભૂમિકા વ્યક્ત કરવાનો તહેવાર છે, બહેન ભાઈના હાથ પર રાખી બાંધી મીઠાઈ ખવડાવી ભાઈના મંગલમય જીવનની કામના કરે છે અને ભાઈ પણ બહેનને પોતાની શક્તિ અનુસાર ભેંટ આપે છે મહાભારતના જમાનાથી રક્ષાબંધનનો તહેવાર ઉજવાતો આવી રહેલ છે શ્રી કૃષ્ણ ભગવાને શિશુપાલને પોતાના ક્રોધ થી સુદર્શન છોડતા હતા તે દરમ્યાન તેમને હાથમાં ઇજા થઇ હતી તે વખતે દ્રોપદીએ કઈ વિચાર્યા વગર પોતાની સાડીનો પાલવ ફાડી નાખી શ્રી કૃષ્ણને લપેટયો હતો ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને દ્રોપદીને રક્ષા કરવાનું અભય વચન આપ્યું હતું ત્યારથી રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: