શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભલોડ ખાતે અમૃત મહોત્સવ અંતર્ગત રક્ષાબંધન અને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
રિપોર્ટર : ગગન સોની
દાહોદ તા.૦૯
આજરોજ શ્રી વિવેકાનંદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા અભલોડ ખાતે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત રક્ષાબંધન અને તિરંગા યાત્રાનું આયોજન દાહોદ તાલુકાના ઉપાધ્યક્ષ શ્રી નીલકંઠ ઠક્કર ની અધ્યક્ષતામાં કરવામાં આવ્યો હતો જેમાં સુમનબેન ઉપાધ્યાય ટીમ મોદી સપોર્ટર સંઘ મહિલા મોરચાના પ્રમુખ, કુલદીપ ઉપાધ્યાય,ગ્રામજનો, શિક્ષકો વગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમાં આશરે 1500 જેટલા શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા.દેશ ના યશસ્વી વડાપ્રધાન ના સ્વપ્ન ને સાકાર કરવા ના ઉમદા અભિગમ ને બિરદાવ્યા હતા અને શાળા ની બાલિકાઓ દ્વારા તેમને આપવામાં આવતી વિવિધ યોજના ઓ થી તેઓ પોતાનું સમાજ માં એક આગવું સ્થાન પ્રાપ્ત કરી શકી છે.જે થી શાળા ની બાળાઓ એ માનનીય વડાપ્રધાન શ્રી ને શુભેચ્છા સંદેશ પણ લખવા માં આવ્યા હતું. સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન શ્રી ભરત કુંજેરા દ્વારા કરવામાં આવ્યું હતું.