ઝાલોદ તાલુકાના વરસાદથી ઉભો પાક પડી જતાં ખેડૂતોને મહેનત માથે પડી
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૨
ઝાલોદ નગરમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં વરસાદી માહોલ જામતા ક્યાંક ખુશી તો ક્યાંક ખેડૂતોમાં નિરાશા જોવાતી હતી, સતત વરસાદના લીધે અમુક વિસ્તારોમાં ખેડૂતોના મકાઈની વાવણીને મોટા પ્રમાણમાં નુકશાન જોવા મળી રહેલ છે, મકાઈની વાવણી સતત વરસતા વરસાદમાં નીચે પડી ગયેલ જોવા મળી રહેલ છે હજુ થોડા દિવસ પહેલાં જ ખેડૂતો દ્વારા મકાઈની વાવણી કરવામાં આવી હતી અને ઉભી થયેલ મકાઈ તુટી ને જમીન પર પડી ગયેલ જોવા મળેલ છે તો બીજી બાજુ માછણ ડેમમાં પાણીની આવક વધતા નગરના લોકો ફરવા માટે જઈ રહ્યા છે અને ડેમમાં પાણી વધતા લોકો ખુશ જોવા મળી રહેલ છે.

