દાહોદ જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૨ યોજાશે : કલા મહાકુંભમાં ભાગ લેવા આગામી તા. ૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે
દાહોદ તા.૧૨
દાહોદ જિલ્લામાં કલા મહાકુંભ ૨૦૨૨ યોજાશે. કલા મહાકુંભમાં ભાગ લેવા આગામી તા. ૨૩ સુધીમાં અરજી કરવાની રહેશે.
રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ ગાંધીનગર દ્વારા પ્રેરીત કમિશનરશ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા વહીવટી તંત્ર દાહોદ દ્વારા સંચાલીત દર વર્ષની જેમ ચાલુ વર્ષે રાજ્યના સાંસ્કૃતિક વારસાનુ જતન થાય કલા, સાહિત્ય અને સાંસ્કૃતિમાં આગવી ઓળખ ધરાવનાર કલાપ્રેમીઓ માટે કલા મહાકુંભ ૨૦૨૨ નુ આયોજન થનાર છે.
જેમાં સાંસ્કૃતિક વિભાગ, સાહિત્ય વિભાગ તથા કલા વિભાગની કુલ ૪ વયજુથ મા વિવિધ ૩૭ કૃતીઓનો સમાવેશ કરવામા આવેલ છે. જેમા ભાગ લેવા માંગતા કલાકારોએ પોતાનુ અરજી ફોર્મ જીલ્લા રમત ગમત અધિકારીની કચેરી દાહોદ,સરવે ભવન,પ્રથમ માળ, કોંફરસન્સ રૂમ,છાપરી દાહોદ ખાતે થી મેળવી તા.૨૩/૦૮/૨૦૨૨ સુધીમા કચેરીમા જમા કરવાનુ રહેશે. વધુ માહીતી માટે શ્રી જીગ્નેશભાઇ ડાભી પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી મો. ૯૪૨૮૧૩૧૮૫૯ પર સંપર્ક કરવાનો રહેશે.
૦૦૦