દેવગઢ બારીઆ તાલુકામાંથી બે જુદી જુદી જગ્યાએ સ્ટેટ મોનીટરીંગ સેલનો સપાટો બે જગ્યાએથી કુલ રૂ.૧ લાખ ઉપરાંતના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણની અટક

દાહોદ તા.૧૦
દેવગઢ બારીઆ તાલુકાના સાગારામા ગામે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે બે વિદેશી દારૂના અડ્ડાઆએ પર ઓચિંતી પ્રોહી રેડ પાડી બંન્ને જગ્યાએથી રૂ.૧,૦૨,૫૮૦નો વિદેશી દારૂ – બીયરનો જથ્થા ઝડપી પાડી રોકડ રૂ.૫,૭૫૫, એક મોબાઈલ ફોન મળી કુલ રૂ.૧,૦૮,૮૩૫ના મુદ્દામાલ સાથે એક મહિલા સહિત બે બુટલેગરોની અટક કર્યાનું જાણવા મળે છે.
પ્રોહી અંગેની મળેલ બાતમીના આધારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે ગતરોજ સાંજના સમયે દેવગઢ બારીઆ તાલુકાના સાગારામા ગામે સડકવાળા ફળિયામાં વિદેશી દારૂના ધમધમતા અડ્ડા પર પ્રોહી રેડ પાડતાં બાબુભાઈ બળવંતભાઈ પટેલીયા (કોળી) મોટરસાઈકલ પર વિદેશી દારૂ આપી જનાર નાસી ગયા હતા જ્યારે મહિલા બુટલેગર સુરેખાબેન બાબુભાઈ પટેલીયા પોલિસના હાથે ઝડપાઈ ગઈ હતી. પોલિસે સુરેખાબેનના મકાનમાંથી વિદેશી દારૂના ક્વાટરીયા નંગ.૬૭, તથા બીયર ટીન નંગ.૬૨૬ મળી કુલ રૂ.૬૯,૩૦૦ ના પ્રોહી મુદ્દામાલ સાથે રોકડ રૂપીયા ૫૪૦૦ મળી ૭૪,૭૦૦ નો મુદ્દામાલ કબજે લઈ સુરેખાબેન પટેલી સહિત ત્રણ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી પોલિસે તપાસ હાથ ધરી છે.
જ્યારે સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમે આજ ફળિયામાં રહેતા રમેશભાઈ અમરસીંગભાઈ કોળીના રહેણાંક મકાનમાં પણ પ્રોહી રેડ પાડી વિદેશી દારૂની બોટલ નંગ.૩૬, ક્વાટરીયા નંગ.૧૬૯ તથા બીયરના નંગ.૩૬ મળી કુલ રૂ.૩૩,૨૮૦ની કુલ કિંમતના પ્રોહી જથ્થા સાથે રોકડા રૂપીયા મળી ૩૪,૧૩૪ના મુદ્દામાલ સાથે બુટલેગર રમેશભાઈ અમરસીંગભાઈ કોળીની અટક કરી હતી જ્યારે મોટરસાઈકલ પર વિદેશી દારૂની હેરાફેરી કરતો વિક્રમ નામનો ઈસમ નાસી જવામાં સફળ રહ્યો હતો. આ સંબંધે દેવગઢ બારીઆ પોલિસ મથકે ફરિયાદ નોંધાતા પોલિસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!