ઝાલોદ નગરમાં શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા નગરમાં તીરંગા રેલી યોજાઈ

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૩

ઝાલોદ નગરમાં 13-08-2022 શનિવારના રોજ નગરમાં બાળ રેલી યોજાઈ એટલેકે શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓની તિરંગા રેલી યોજાઈ, આ બાળ રેલીમાં ખુબજ મોટા પ્રમાણમાં વિદ્યાર્થીઓ જોડાયા હતા રેલી એટલી મોટી હતી કે લોકો ને એક જોવા લાયક નજારો લાગતો હતો, સૌથી મોટી રેલી બી.એમ.હાઈસ્કુલની હતી જેમાં 2500 જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા દરેક બાળકો અને શિક્ષકોના ચહેરા પર દેશ માટે કંઈક કરવા માટેનો અનેરો ઉત્સાહ જોવાતો હતો, આખા ઝાલોદ નગરમાં બાળ રેલી નીકળી હતી અને ઝાલોદ નગરની ગળી ગળીમાં ભારત માતાકી જય અને વંદે માતરમ્ નાં નારા સાથે ગગન ગુંજી ઉઠયું હતું નગર માંથી નીકળનાર તિરંગા રેલીનો નજારો જોવા લાયક હતો
દરેક લોકોના ચહેરા પર તિરંગા ઉત્સવને લઈ અનેરો ઉત્સાહ જોવાતો હતો નગરમાંથી નીકળનાર રેલીનું આકર્ષણ જોઈ દેશ પ્રેમ લોકોના દિમાગ પર છવાઈ ગયેલ જોવાતો હતો, ભારત વર્ષમાં પ્રથમવાર આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશ ઇતિહાસ રચવા તરફ આગળ વધી રહ્યો છે સૌ પ્રથમ વાર આખા ભારત વર્ષમાં અમૃત મહોત્સવએ ઉત્સવનું સ્થાન લઈ લીધું છે, દરેક વ્યક્તિ સ્વયં દેશને આયોજન કરવામાં સાથ આપી રહ્યો છે જે કદાચ વિશ્વમાં એક ઇતિહાસ હશે, આજની તિરંગા રેલીને સફળ બનાવવા હર ગલી મેં જય કારા અભિયાને સફળ બનાવવા માટે નગરની તમામ શાળાના વિદ્યાર્થીઓ ,શિક્ષકો સંચાલક મંડળોના સભ્યો અને મુસ્લિમ ઘાંચી પંચના સૌ અગ્રણીઓ મારા સનેહી સૌ લોકોએ આજની રેલીઓમાં અભૂતપૂર્વ રીતે સફળ બનાવી હતી જેથી ઝાલોદ નગરનું ખૂબ જ સુંદર વાતાવરણ તિરંગામય બની ગયું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!