જિલ્લા કક્ષાના ૭૬ માં સ્વાતંત્ર પર્વની ઉજવણીની તૈયારીઓ સંપન્ન : કલેક્ટર ડો. હર્ષિત ગોસાવી પોલીસ પરેડ ગ્રાઉન્ડ દાહોદ ખાતે ધ્વજવંદન કરશે
પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે સ્વાતંત્ર દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું
દાહોદ તા.૧૪
૭૬માં સ્વાતંત્ર પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આવતી કાલે પોલીસ પરેડ ગ્રાઉન્ડ, દાહોદ ખાતે સવારે ૯ વાગ્યેથી કરવામાં આવશે. કલેકટર ડો. હર્ષિત ગોસાવી આ રાષ્ટ્રીય પર્વ નિમિતે ધ્વજવંદન કરશે. સ્વાતંત્ર દિનની ઉજવણી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. ઉજવણી અગાઉના દિવસે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કલેક્ટરશ્રીની અધ્યક્ષતામાં રિહર્સલ કરવામાં આવ્યું હતું. આ રિહર્સલ કાર્યક્રમમાં કલેક્ટરશ્રીએ ધ્વજવંદન કર્યું હતું અને સલામી આપી હતી. આ સમયે રાષ્ટ્રગીત પણ વગાડવામાં આવ્યું હતું અને જિલ્લા પોલીસ વડા શ્રી બલરામ મીણા સહિત શિસ્તબધ્ધ ઉભેલા પોલીસકર્મીઓએ પણ રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ રિહર્સલ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી એ. બી. પાંડોર સહિતના અધિકારીશ્રીઓ, કર્મચારીઓ હાજર રહ્યાં હતા.