દાહોદ શહેરમાંથી મોટરસાઈકલ ચોરાયેલ બે મોટરસાઈકલ ચોરોને ઝડપી પાડતી પોલિસ

દાહોદ તા.૧૦
દાહોદ શહેરમાં સક્રીય થયેલ મોટરસાઈકલ ચોરો પોતાનો કસબ અજમાવી બિન્દાસ્ત પણે પોતાના કામને અંજામ આપી શહેર પોલિસ તંત્રની ઉંઘ હરામ કરી નાંખે છે. ટું વ્હીલર વાહન ચાલકોમાં ફફડાટ ફેલાવી દેતા હરકતમાં આવેલ પોલિસ તંત્રએ એક મહિલા સહિત બે મોટરસાઈકલ ચોરોને ઝડપી પાડી પુછપરછ કરતાં તેઓએ જુદી જુદી જગ્યાએથી બે મોટરસાઈકલોની ચોરી કરી હોવાનું કબુલાત કરી હોવાનું જાણવા મળે છે.
મોટી ખજુરી ગામના સોમાભાઈ મુળીયાભાઈ સંગાડીયાની દિકરી રૂપાબેન સંગાડીયા તથા દાહોદ તાલુકાનાં પુસરી ગામના વિપુલ સબુરભાઈ ચૌહાણે ભેગા મળી ગત તા.૦૮.૦૯.૨૦૧૯ના રોજ બપોરના સમયે દાહોદમાં રહેતા સંજયભાઈ ઉદયસિંહ ડામોરની દાહોદ શહેરના કેશવ માધવ રંગમંચ આગળથી લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલ તથા ગત તા.૦૩.૧૦.૨૦૧૯ના રોજ બોપરના સમયે દાહોદ તાલુકાના ખરોડ ગામે રહેતા સંજયભાઈ રમણભાઈ ભોહાની
આભાર – નિહારીકા રવિયા દાહોદના યાદગાર ચોક આગળથી લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલ ચોરી કરી લઈ ગયા હતા. આ બંન્ને મોટરસાઈકલ ચોરો દાહોદ ટાઉન પોલિસના હાથે ઝડપાઈ જતાં આ સંબંધે પોલિસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને વધુ પુરછપરછમાં વધુ ગુન્હાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યાતાઓ પણ રહેલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: