દાહોદ તાલુકાના ગડોઈ ગામે ફોર વ્હીલરની ગાડીની અડફેટે મોટરસાઈકલ ચાલકનું મોત નીપજ્યું

રિપોર્ટર : ગગન સોની

દાહોદ તા.૧૬

દાહોદ તાલુકાના ગડોઈ ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકને શરીરે ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યાંનું જાણવા મળે છે. ગત તા. ૧૫મી ઓગષ્ટના રોજ ગડોઈ ગામે એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલ દાહોદ તાલુકાના વિજાગઢ ગામે ગામતળ ફળિયામાં રહેતાં ભરતસિંહની મોટરસાઈકલને જાેશભેર ટક્કર મારતાં ભરતસિંહ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ જમીન પર પટાકાયાં હતાં જેને પગલે ભરતસિંહને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેઓનું મોત નીપજ્યું હતું.

આ સંબંધે વિજાગઢ ગામે ગામતળ ફળિયામાં રહેતાં કરણસિંહ મથુરસિંહ પરમારે દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: