૭૬માં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી ફૂલપુરા મુકામે અનોખી રીતે કરવામાં આવી : વૃક્ષા રોપણ કરી સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી કરાઈ
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૭
આઝાદી કા અમૃત મહોત્સવ તેમજ હર ઘર તિરંગા અંતર્ગત ફૂલપુરા પ્રાથમીક શાળાના આચાર્ય પરમાર નરેશભાઈ દશરથભાઈ દ્વારા ગામનાં નવા નિમાયેલા સરપંચ ભૂરિયા હવસીંગભાઈના અધ્યક્ષ સ્થાને તેમજ શાળાના એએસએમ નાં તમામ સભ્યો તથા ગામમાંથી પધારેલ ગ્રામજનોને જુદી જુદી જાતનાં વૃક્ષો જેવાકે આંબો, લીમડો, લીલગીરી, આશોપાલવ, જામફળ,દાડમ, ખાખરો અને વિવિધ ફળ ફળાદી તેમજ સાથે સાથે તુલસી ,મોગરો, બારમાસી, મોગરો, ગુલાબ જાસૂદ વગેરે જેવા વગેરે જેવા વૃક્ષોનું વૃક્ષા રોપણ કરવામાં આવ્યું હતું.

