બારીયા વર્ગ ફળિયામાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત વાલી સંમેલન યોજવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત


ઝાલોદ તા.૧૭
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત બારીયા ફળિયા પ્રાથમિક શાળામાં 15મી ઓગસ્ટ 2022 નિમિત્તે વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું .સદર કાર્યક્રમ કરતા પહેલા સૌ પ્રથમ દર વર્ષની જેમ 15મી ઓગસ્ટ 2022 સ્વાતંત્ર દિન નિમિત્તે શાળાના મેદાનમાં ધ્વજવંદન કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી ધ્વજ ફરકાવવામાં આવ્યો અને રાષ્ટ્રગીતોનું ગાન કરવામાં આવ્યું હતું. શાળાના કાર્યક્રમો બાદ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં એસએમસી સભ્યો અને શાળામાં ભણતા અન્ય બાળકોના વાલીઓ અને અમારા વિસ્તારના વડીલ આગેવાન વ્યક્તિઓ ઉપસ્થિત રહ્યા જેમાં નીચે મુજબની ચર્ચા કરવામાં આવી.શાળાના આચાર્ય ચેતનભાઇ વસૈયા દ્વારા વાલી મિટિંગમાં સમગ્ર સ્કૂલ ડેવલોપમેન્ટ પ્લાન પર વિચારણા કરવામાં આવી. શાળાના મેદાનમાં,ટોયલેટ, શાળાની આજુબાજુ અને ખાસ ગામમાં સ્વચ્છતા વિશે ચર્ચા કરવામાં આવી. ગામમાં ૬ થી ૧૪ વર્ષની વય જૂથના શાળા બહારના બાળકોના પ્રવેશ અંગે પણ ચર્ચા કરવામાં આવી શાળાના આસિસ્ટન્ટ શિક્ષક રાજેશ પંચાલ દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી કે બાળક ઘરે નિયમિત ભણે અને શિક્ષણથી વંચિત ન રહે તેવી વાલીઓને વિનંતી કરી શાળામાં વિશિષ્ટ જરૂરિયાતવાળા બાળકોને સરકાર દ્વારા સાધન સામગ્રી પ્રાપ્ત થાય અને તેના ઉપયોગની જાણકારી વાલીઓને આપી ગામમાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવું.શાળાના મેદાનમાં પણ વૃક્ષારોપણ થાય ગામમાં લોકો પાણીનો બચાવ કરે તેની પણ ચર્ચા કરવામાં આવી બાળકોના શિક્ષણ પર વાલીઓ પૂરતું ધ્યાન આપે અને શાળા તથા શાળાના સ્ટાફને વાલીઓ દ્વારા સહકાર મળી રહે તથા વાલીઓ વ્યસનથી મુક્ત રહે તેની સમજ આપવામાં આવી. આમ આજના આ કાર્યક્રમમાં શાળાના આચાર્ય ચેતનભાઇ વસૈયા, રાજેશકુમાર પંચાલ, અમૃતભાઈ કટારા, ધૂળીબેન તંબોલીયા તેમજ રાધાબેન ભુરીયાએ સૌગ્રામજનોનો હૃદયથી આભાર માની કાર્યક્રમને પૂર્ણ કર્યો હતો.

