ઝાલોદ નગરના લોકો દ્વારા ૭૬ માં સ્વતંત્ર દિવસનુ આન બાન શાન સાથે સ્વાગત કરવામાં આવ્યું : લોકો દ્વારા ઉજવાયલો ત્રણ દિવસનો ઉત્સવ યાદગાર રહ્યો
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૭
આખાં ભારત વર્ષમાં ત્રણ દિવસનો ૭૫ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવાયો અને હવે ૭૬ માં વર્ષમાં દેશે પ્રવેશ કરેલ છે આમતો ભારત દેશનો ઇતિહાસ ખુબજ પ્રાચીન છે તેને વર્ષોમાં આકલનનાં કરાય પણ બ્રિટીશરોને દેશ માંથી બહાર હાંકી કાઢવાનાં દિવસને આપણે સ્વતંત્રતા દિવસ તરીકે ઉજાવીએ છીએ જેને ૭૫ વર્ષ પૂરા અને ૭૬માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ઝાલોદ નગરમાં ત્રણ દિવસનો ખુબજ સરસ અવિસ્મરણીય પ્રોગ્રામ યોજાઈ ગયો જે પ્રોગ્રામને નગરના દરેક લોકોએ આંખોમાં સજાવી દીધો હતો દરેક વ્યક્તિ હિન્દુ હોય કે મુસ્લિમ દેશ ભક્તિનાં રંગમાં રંગાઈ ગયા હતા દરેક લોકોમાં સામુહિક એકતાના દર્શન થતાં હતા ધર્મ ગમે તે હોય પણ આભ તો તિરંગાના નામનું જ હોય તેમ લોકો દેશ પ્રેમ થી છલકાતા જોવા મળ્યા હતા ઝાલોદ નગરમાં ત્રણ દિવસના સામુહિક પ્રોગ્રામમાં દરેક વ્યક્તિ સ્વયંભૂ રીતે જોડાઈ દરેક પ્રોગ્રામો સફળ બનાવ્યા હતા, દરેક સ્કૂલ, સંસ્થા કે સરકારી તંત્ર દરેક લોકો આ ઉત્સવને એક નવી ઉંચાઈએ લઈ જવામાં વ્યસ્ત હતા, નરેન્દ્રમોદીની એક હાકલ થી દરેક લોકો ભારતીયતાનાં રંગે રંગાઈ ગયા હતા જે એક યાદગાર ક્ષણો હતી આખાં વિશ્વને ભારતીયોએ વિચારતા કરી દીધા હતા તેવો અવિસ્મરણીય આઝાદી કા અમૃત મહોત્સવ યોજાઈ ગયો.
૧૫ ઑગસ્ટના દિવસે દરેક સરકારી સંસ્થાઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં તિરંગો રાષ્ટ્રગાન સાથે લહેરાયો તેમજ હર ઘર તિરંગા અંતર્ગત લોકોની ઘર દુકાન કે ઓફિસમાં પણ તિરંગો લહરાયો હતો આખું વાતાવરણ દેશભક્તિ થી છલોછલ લાગતું હતું, નગરના અગ્રણીઓ, વ્યાપારી વર્ગ આગેવાનો તેમજ નગરજનો સ્વાતંત્ર્ય દિવસના પ્રોગ્રામમાં જોડાયા હતા ,દરેક સ્કૂલોમાં યાદગાર પ્રોગ્રામ થયાં હતાં, ઝાલોદ નગરની બી.એમ.હાઈસ્કૂલ ખાતે વિધાર્થીઓની રેલી કાઢવામાં આવી હતી તેમાં સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા બેંડ વગાડતા નગરમાં ફર્યા હતા વિધાર્થીઓ ભિન્ન ભિન્ન વેશભૂષામાં ખુબજ સરસ લાગતા હતા અને ભારત માતા કી જય વંદે માતરમ્ ના નારા સાથે રેલીનું આકર્ષણ જોવા લાયક હતું,સાથે ઝાલોદ નગર પાલિકામાં પણ ધ્વજ વંદન પછી કાઉન્સિલરો તેમજ નગરના અગ્રણીઓ દ્વારા આદિવાસી ઢોલ કુંડી સાથે આદિવાસી વાનો પર ઉત્સાહ ભેર ઝૂમ્યા હતા.
ઝાલોદ નગરના મંદિરોમાં ભગવાનને તિરંગા વસ્ત્રોથી સજાવવામાં આવ્યા હતા તેમજ હર ચોક મેં રાષ્ટ્રગાન હેઠળ દરેક વિસ્તારોમાં નગરના લોકો દ્વારા અલગ અલગ સમય મુજબ રાષ્ટ્રગાન યોજાયું જેમાં નગરના આગેવાનો સહિત જે તે વિસ્તારોમાં સ્થાનિક લોકો દ્વારા ખુબજ ઉત્સાહભેર ભાગ લેવામાં આવ્યો હતો, ત્રણ દિવસનાં પ્રોગ્રામોમાં પોલીસ સ્ટાફનો પણ ખુબજ સરસ સહયોગ મળ્યો હતો આમ નગરના વિવિધ આગેવાનો દ્વારા ઉપાડેલ કાર્યમાં લોકો દ્વારા ખુબજ સુંદર સહયોગ મળ્યો હતો.
