વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત ભારતમાતા પૂજન કરવામાં આવ્યું
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૭
તારીખ ૧૪ ઓગષ્ટના રોજ રાત્રીના 8:30 વાગે ભરત ટાવર પાસે ભારતમાતા પૂજનનો પ્રોગ્રામ આઝાદીકા અમૃત મહોત્સવ હેઠળ વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા રાખવામાં આવ્યું હતું તેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા હાજર દરેક વ્યક્તિ દ્વારા ભારતમાતાની પૂજા કરવામાં આવી હતી ત્યાર બાદ દરેક વ્યક્તિ સાથે બેસીને હનુમાન ચાલીસાના પાઠ કર્યાં હતાં અને વંદે માતરમ્, ભારતમાતા કી જય સાથે ગગન ગજવી નાખ્યું હતું અને સાથે ઉપસ્થિત વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ઝાલોદ પ્રખંડ ના દરેક વ્યક્તિ દ્વારા અખંડ ભારત સંકલ્પ દિવસ નિમિતે અખંડ ભારત સંકલ્પ લેવામાં લેવામાં આવ્યો હતો.

