ઝાલોદ નગર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા ધ્વજ વંદનનોં કાર્યક્રમ યોજવામાં આવ્યો : એ.એસ.પી વિજયસિંહ ગુજ્જર દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૭

ત્રણ દિવસનો રાષ્ટ્રીય ઉત્સવ મુસ્લિમ બિરાદારો દ્વારા ખુબજ ઉત્સાહ ભેર મનાવવામાં આવ્યો હતો, તિરંગાની આન બાન શાન માં માટે મુસ્લિમ સમાજ એકજૂટ થઈ રાષ્ટ્રીય રંગમાં રંગાઈ ગયા હતા ,દરેક મુસ્લિમ બિરાદારોના ચહેરા પર રાષ્ટ્રીય પર્વને લઈ અનેરો ઉત્સાહ જોવાતો હતો 15 ઑગસ્ટના રોજ દેશના ૭૬માં સ્વતંત્રતા દિવસના અવસરે દરેક મુસ્લિમ સમાજના લોકો મસ્જિદ પાસે ખૂબજ મોટી સંખ્યામાં ભેગા થયા હતા દેશના તિરંગા ઉત્સવને લઈ દરેકના ચહેરા પર અલગ જ ખુશી જોવાતી હતી અને દેશના સાવઁજનીક મહોત્સવને ખુબજ ઉત્સાહ પૂર્વક ઉજવવામાં આવ્યો હતો અને મુસ્લિમ સમાજે દેશની એકતા ને લઈ ખુબજ સરસ સંદેશો લોકો સુધી પોહચાડ્યો હતો દરેક મુસ્લિમ સમાજના લોકોમાં રાષ્ટ્ર પ્રથમની ભાવના જોવાતી હતી.
તા ૧૫ ઓગસ્ટ ૨૦૨૨ ના રોજ ઝાલોદ નગરના મુસ્લિમ સમાજ દ્વારા ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો ૭૬માં સ્વતંત્રતા દિવસની ઉજવણી રાષ્ટ્રગાન સાથે એસ.પી વિજયસિંહ ગુજ્જર દ્વારા ધ્વજ કરવામાં આવ્યુ તેમાં ઉપસ્થિત મુસ્લિમ સમાજના આગેવાનો તથા મુસ્લીમ સમાજના લોકો હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: