લીમખેડા તાલુકાના મોટીવાવ ગામેથી પોલિસે ૬૪ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો દાખલ કર્યાે

દાહોદ તા.૧૧
લીમખેડા તાલુકાના મોટીવાવ ગામે મકાઈના ખુલ્લા ખેતરમાંથી પોલિસે કુલ રૂ.૬૪,૮૦૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે પોલિસની રેડ જાઈ નાસી ગયેલ ત્રણ ઈસમો વિરૂધ્ધ ફરિયાદ નોંધ્યાનું જાણવા મળે છે.
સુભાષભાઈ રમણભાઈ ગણાવા (રહે.મોટીવાવ, સડક ફળિયુ, તા.લીમખેડા), અર્જુનભાઈ સમસુભાઈ પલાસ (રહે. નાનીવાવ, કાચલા ફળિયુ,તા.લીમખેડા) અને શંકરભાઈ શનાભાઈ ભેદી (રહે. નાનીવાવ, કાચલા ફળિયુ, તા.લીમખેડા) નાઓએ એમ ત્રણેય જણાએ એકબીજાના મેળાપીપણામાં ગામમાં જ આવેલ એક મકાઈના ખેતરની ખુલ્લી જગ્યામાં વિદેશી દારૂની જથ્થો મુકી રાખેલ હોવાની માહિતી રણધીકપુર પોલિસને મળતાં પોલિસ ગતરોજ આ ખુલ્લા ખેતરમાં પ્રોહી રેડ કરતાં ઉપરોક્ત ત્રણેય ઈસમો પોલિસને જાઈ નાસી ગયા હતા. આ બાદ પોલિસે ખેતરની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૭૮૦ જેની કુલ કિંમત રૂ.૬૪,૮૦૦ નો પ્રોહી જથ્થો જપ્ત કરી ઉપરોક્ત ત્રણેય ઈસમો વિરૂધ્ધ રણધીકપુર પોલિસે પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

14 thoughts on “લીમખેડા તાલુકાના મોટીવાવ ગામેથી પોલિસે ૬૪ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો દાખલ કર્યાે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!