દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા ગામેથી પોલિસે રૂ.૫૫ હજારના વિદેશી દારૂના જથ્થા સાથે અલ્ટો ગાડીમાં સવાર ત્રણની અટક કરી
દાહોદ તા.૧૧
દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા પોલિસ મથકની હદમાં પોલિસે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતી હતી તે સમયે એક અલ્ટો ગાડી ત્યાથી પસાર થતાં આ અલ્ટો ગાડીની તલાસી લેતા પોલિસે તેમાંથી કુલ રૂ.૫૫,૩૮૦ ના પ્રોહી જથ્થા સાથે ત્રણ જણાની અટક કરી અલ્ટો ગાડી કબજે લીધાનું જાણવા મળે છે.
ગીરીશભાઈ ઉર્ફે લાલો રમણભાઈ પરમાર (રહે.તખતપુરા મંદિર ફળિયુ,તા.હાલોલ, જી.પંચમહાલ), સંજયભાઈ ગોવિંદભાઈ પરમાર (રહે.તખતપુરા મંદિર ફળિયુ,તા.હાલોલ, જી.પંચમહાલ) અને જયેશભાઈ ભારતભાઈ ચૌહાણ (રહે.બળીયાદેવ (તખતપુરા), તા.હાલોલ, જી.પંચમહાલ) નાઓ ગતરોજ પોતાના કબજાની અલ્ટો ફોર વ્હીલર ગાડી લઈ દેવગઢ બારીઆ તાલુકાના સાગટાળા ગામેથી પસાર થઈ રહ્યા હતા તે સમયે સાગટાળા ગામે રોડ પર નાકાબંધી કરી ઉભેલ પોલિસે આ અલ્ટો ગાડીને ઉભી રખાવી ગાડીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની નાની મોટી બોટલો નંગ.૧૫૬ જેની કુલ કિંમત રૂ.૫૫,૩૮૦ ના પ્રોહી જથ્થા સાથે અલ્ટો ગાડી કિંમત રૂ.૩,૦૦,૦૦૦ લાખ એમ કુલ મળી ૩,૫૫,૩૮૦ ના મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણેય જણાની સાગટાળા પોલિસે અટક કરી પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.