ઝાલોદ નગરમાં સર્વોદય સોસાયટી સામે અલ્ટો કાર દ્વારા ચાલતા રાહગીરને ટક્કર મારી ફરાર
રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૮
તારીખ 07-08-2022 ના રોજ સાંજે 06:45 ના સમય દરમ્યાન સર્વોદય સોસાયટીની સામે બાંસવાડા રોડ ઉપર અલ્ટો ગાડીના ચાલક તેની બેફિકરાઈ અને ગફલત રીતે પૂરઝડપે ઝાલોદ બસ સ્ટેશન બાજુથી આવતી અલ્ટો કાર દ્વારા ચાલતા જતા મેહુલભાઈને ટક્કર મારી શરીરે ઈજાઓ કરી જમણા પગના નળાના ભાગે તથા ડાબા ખભાના ભાગે ફેક્ચર કરી ગાડી ચાલક નાસી ગયેલ હતો જેની ગાડીનો નંબર ખબર નથી આમ અજાણ્યા ગાડી ચાલક વિરૃધ્ધ 16-08-2022 ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ છે.

