ઝાલોદ સંતરામપુર હાઇવે ઉપર વેલપુરા ગામ નજીક 2 બસો વચ્ચે સર્જાયો અકસ્માત

રિપોર્ટર : પંકજ પંડિત

ઝાલોદ તા.૧૮

ઝાલોદ સંતરામપુર હાઇવે ઉપર વેલપુરા ગામ નજીક 2 બસો સામ સામે ટકરાતાં અકસ્માત સર્જાયો હતો ,પીટોલ થી સંતરામપુર જતી અને પ્રાંતિજ થી દાહોદ જતી બસ ઝાલોદના પેથાપુર ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો, આ
અકસ્માતમાં અંદાજીત 21 થી વધુ મુસાફરોને ઇજા થઇ હતી સાથે બંને બસોના ચાલકોને પણ ગંભીર રીતે ઘાયલ થયેલ છે તેવા સમાચાર મળેલ છે અને 3 થી ચાર વ્યક્તિને દાહોદ ઝાયડસ ખાતે દાખલ કરેલ છે, એક્સીડેન્ટ ની ગામભીતા પૂર્વક નોંધ લઈ ઝાલોદ ડેપો મેનેજર તત્કાલીન ઘટના સ્થળે પહોંચી ગયેલ હતા

સ્થાનિકોની મદદથી 4 જેટલી એમ્બ્યુલન્સ બોલાવીને તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે નજીક ની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા ત્યારે 15 થી વધુ મુસાફરો ને હાલત ગંભીર હોવાથી દાહોદ રિફર કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું આ સંબંધ ધટના સ્થળે ઝાલોદ પોલીસ અને સુખસર પોલીસ ઘટના સ્થળે પહોંચીને જરૂરી કાર્યવાહી હાથ ધરી. ત્યારે અવારનવાર આજ ધટનાઓ બનતા આ વિસ્તાર અકસ્માત ઝોન બની ચૂકવા પામ્યું છે ત્યારે આ માર્ગ બાબતે સંબંધિત તંત્રનું ભેદી મૌન જોવાઈ રહ્યું છે આ રસ્તા પર હાલના સંજોગોમાં અંદાજીત નાના મોટા થઈ ૩૫ થી ૪૦ એક્સીડેન્ટ થયેલ છે તેવું આજુબાજુ ના લોકોનું કહેવુ છે છતાં તંત્ર આ બાબત ને બિલકુલ ગામભીતા થી લેતું નથી તેથી આ વિસ્તાર અકસ્માત ઝોન બની ચૂકેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: