ઝાલોદ સરકારી દવાખાનામાં પાર્ક કરેલ ગાડી ચોરાઈ જતાં અજાણ્યા શખ્સ સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ
રિપોર્ટર : પંકજ પંડિત
ઝાલોદ તા.૧૮
તારીખ 15 – 08 – 2022 ના રોજ સવારના 10 વાગે સરકારી દવાખાને કડકીયાભાઇ કામોળ તેમના સંબંધીની તબિયત પૂછવા આવેલ હતા તેમના પાસે હીરો પેશન મોટર સાયકલ GJ 20AA7688 નંબરની ગાડી હતી જે ઝાલોદ સરકારી દવાખાનામાં કમ્પાઉન્ડમાં લોક માર્યા વગર પાર્ક કરેલ હતી , સંબંધીની તબિયત પૂછી બહાર આવતા ગાડી તેની જગ્યાએ હતી નહીં તેથી ચોરી થયાની શંકા જતાં 16-08-2022 ના રોજ ઝાલોદ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ઈસમ વિરૃધ્ધ ચોરીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે.